ગાંધીનગરઃ ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. . આ આ વખતે બજેટનું કદ 2 લાખ 27 હજાર 029 કરોડ છે. જે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. બજેટમાં સુક્ષ્મ સિંચાઈ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
સુક્ષ્મ સિંચાઈ અંગે બોલતાં નીતિન પટેલે કહ્યું, યોજનાનું અમલીકરણ કરવા માટે મે-૨૦૦૫ થી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નંખાવનાર વિવિધ વર્ગના ખેડૂતોને ૭૦ થી ૯૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્યાર સુધીમાં ઓગણીસ લાખ સડસઠ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થા ઊભી કરેલ છે. સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે રૂ. ૬૭૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા કેટલી જોગવાઈ કરવામાં આવી?
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પૂરું પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્ય નહેરનું કામ ૧૦૦%, શાખા નહેરનું કામ ૯૭%, વિશાખા નહેરનું કામ ૯૫%, પ્રશાખા નહેરનું કામ ૯૧%, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી પ્રપ્રશાખા નહેરનું કામ ૮૭% પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમ્યાન પિયત વિસ્તારમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવેલ છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Gujarat Assembly Budget Session 2021: ગુજરાતમાં કોલેજના વિદ્યાર્થીઓને અપાશે ફ્રીમાં ટેબલેટ
Gujarat Assembly Budget Session 2021: ગુજરાતમાં ક્યાં છ મહત્વનાં સ્થળે રૂપાણી સરકાર હેલીપોર્ટ બનાવશે ?
Gujarat Assembly Budget Session 2021: ખેડૂતો માટે બજેટમાં શું થઈ મોટી જાહેરાત, જાણો વિગત
Gujarat Assembly Budget Session 2021: નીતિન પટેલે કઈ બાબતે ગુજરાત પ્રથમ હોવાની કરી જાહેરાત, જાણો મોટા સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2021 01:18 PM (IST)
Gujarat Assembly Budget Session 2021 Update: રાજ્ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નંખાવનાર વિવિધ વર્ગના ખેડૂતોને ૭૦ થી ૯૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્યાર સુધીમાં ઓગણીસ લાખ સડસઠ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થા ઊભી કરેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -