એટીએસની ટીમે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમીના આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ હિરોઈન ભરેલા જહાજને ઘેરી લેતાં માફિયાઓએ વિસ્ફોટ કરી જહાજને ઉડાવી દીધું હતું. આશરે 100 કિલો હિરોઈન ગુજરાતમાં લવાતું હતું તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એટીએસની અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ માફિયાની પુછપરછ શરૂ કરી છે.
પાકિસ્તાનના ગવાદીયર પોર્ટ પરથી હિરોઈન મોકલાયું હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના હમીદ મલિક નામના શખ્સે મોકલ્યું હતું. ઝડપાયેલા તમામ નવ શખ્સ ઈરાની નાગરીક હોવાની વાત સામે આવી છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી છે.