ઉમેરઠથી ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે રાજીનામું આપવાનું જાહેર કરતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સરકારમાં અવગણના કરાતી હોવાથી પરમારે રાજીનામું આપવાનું મન બનાવ્યું છે. તેમણે મંગળવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારીને કહ્યું, અમુલની ડિરેક્ટર પદની ચૂંટણીમાં આણંદ ભાજપ સંગઠનને કોઈએ મદદ ના કરી હોવાથી 3 મતથી હાર થઈ હતી.
ગુજરાતમાં 8 બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ઉમરેઠ ભાજપના ધારાસભ્યની ચીમકીથી ભાજપમાં સોંપો પડી ગયો છે. ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
ગુજરાત પેટા ચૂંટણીઃ ભાજપને મોટો ફટકો, સોશિયલ મીડિયા ટીમના 200 કાર્યકરો કોંગ્રેસમાં થયા સામેલ, કહ્યું- ચૂંટણી સમયે મજૂર જેવું વર્તન કરવામાં આવતું
મહિલાઓના બેંક ખાતામાં 2.20 લાખ રૂપિયા જમા કરાવી રહી છે મોદી સરકાર? જાણો શું છે હકીકત
રાજ્યમાં ધો. 1 થી 8માં ચાલુ વર્ષે પણ માસ પ્રમોશન અપાશે ? શિક્ષણ વિભાગે શું કરી સ્પષ્ટતા