રાજ્યમાં ગુજરાત બોર્ડ હસ્તકની શાળાઓમાં 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આ વર્ષે પણ 21 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શક્યું ન હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળકીય પ્રવૃત્તિ નિયત થઈ શકેલી નથી. આ સંજોગોમાં વેકેશનલ સ્ટાફ માટે દિવાળી વેકેશનના સમયગાળાની સ્પષ્ટતા કરવી જરીરી બને છે.
સરકારની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 2020-21માં શાળાઓમાં દિવાળી વેકેશન 29-10-2020થી 18-11-2020 સુધી 21 દિવસનું જાહેર કરવામાં આવે છે. જેનો અમલ ગુજરાત બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓમાં કરવાનો રહેશે.
કચ્છમાં સતત પાંચમાં દિવસે વરસાદ, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
મુકેશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો, જાણો કેવી રીતે મળી રિલાયન્સ જિયોની પ્રેરણા
બોલીવુડની આ જાણીતી એક્ટ્રેસને આવ્યો હાર્ટ અટેક, તાત્કાલિક કરવી પડી એન્જિયોપ્લાસ્ટી, જાણો વિગત
Education Loan Information:
Calculate Education Loan EMI