કચ્છઃ રાજ્યમાં પડી રહેલા પાછોતરા વરસાદના કારણે અનેક જિલ્લામાં ખેડૂતોનો પાક ધોવાયો છે. સોયાબીન, કપાસ, મગફળી, બાજરી, મરચી, કઠોળ સહિત અન્ય પાકને ભારે વરસાદના કારણે મોટુ નુકસાન થયું છે. કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદ પડ્યો હતો. નખત્રાણામાં ગરમી અને ઉકળાટની વચ્ચે વરસાદનું આગમન થયું હતું. સતત વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે.

પોરબંદરના રાણાવાવમાં 2 કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. રાણાવાવ અને સીમ વિસ્તારમાં એક ઇંચ વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યારે ખેતરો પાણી થી તરબોળ બન્યા હતા. જાનગરના લાલપુર પંથકમાં એક દિવસના વિરામ બાદ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ચાર થાંભલા,સરદાર પાર્ક, ઉમાધામસ ગાયત્રી સોસાયટી, સહકાર પાર્ક, ગ્રામ પંચાયત ચોક સહિત ના અનેક વિસ્તારો માં વરસાદથી રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.  ગ્રામ્ય પંથકના ભણગોર સનોસરી, ધરમપુર, ખાયડી, નવી પીપર ખીરસરા, જેવા ગામોમાં પણ ક્યાંક હળવો તો કયાંક ભારે વરસાદ પડ્યો હતો.

અમરેલીમાં ધારીના ગીરકાંઠાના ગામોમાં વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોના ગોવિંદપુર, કુબડા, સુખપુર, કાંગસા, જીરા, સરસિયા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જ્યારે રાજુલા તાલુકાના સાંજણવાવ ગામમાં પણ વરસાદને પગલે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. આ ઉપરાંત લાઠી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવીને  વરસાદ શરૂ થતાં રોડ રસ્તાઓ પાણી-પાણી થયા હતા. વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.



ભાવનગર જિલ્લાના પાલિતાણા અને મહુવા પંથકમાં કમોસમી વરસાદી માહોલ છવાયો હતો. પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને આર્થિક નુકશાન ની ભીતિ છે.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગામડાઓમાં વરસાદના અહેવાલ છે. ગીર સોમનાથા કોડિનારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઘાટવડ, નગડલા, અરણેજ, ફાચરિયા સહિતના ગામોમાં વરસાદના કારણે મગફળી સહિત અન્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે.

મુકેશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો, જાણો કેવી રીતે મળી રિલાયન્સ જિયોની પ્રેરણા

બોલીવુડની આ જાણીતી એક્ટ્રેસને આવ્યો હાર્ટ અટેક, તાત્કાલિક કરવી પડી એન્જિયોપ્લાસ્ટી, જાણો વિગત

મોદીએ સાંજે છ વાગે દેશને સંબોધન કરવાની જાહેરાત કરતાં સોશિયલ મીડિયા પર મીમ્સનું આવ્યું ઘોડાપૂર, જુઓ કેવા મીમ્સ થઈ રહ્યા છે વાયરલ