આવતીકાલે 28 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા, જાણો ધ્યાનમાં રાખવાની બાબતો
આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. આ વખતે અંદાજે કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
જે વિષયનું પેપર પૂર્ણ થાય તે બાદ તેના વિશે ઘણી ચર્ચાઓ ના કરવી જોઈએ. શું સારું રહ્યું અને શું ખરાબ રહ્યું તેના વિશે વિચારવા કરતાં હવે કયા વિષયનું પેપર છે તેના પર ધ્યાન આપવું જોઈએ. બાકી રહેલા પેપર પર ખરાબ ગયેલા પેપરની કોઈ અસર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું
પેપર પૂર્ણ થાય ત્યારે વિદ્યાર્થીએ એક વાર ચકાસી લેવું જોઈએ કે કોઈ પ્રશ્નનો જવાબ લખવાનો છુટી ના જાય.
પેપર લખવા માટે જે બોલપેનથી સારા અક્ષર આવતા હોય તેનો જ ઉપયોગ કરવો. પેપર લખવા માટે જરુરી તમામ વસ્તુઓ જેવી કે, પેન, પેન્સિલ, રબ્બર, પટ્ટી બધુ સાથે લઈને જ બેસવું.
પરીક્ષા ખંડમાં પેપર લખતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે, પેપર સમયસર પુરુ થાય. પ્રશ્નપત્ર હાથમાં આવતાં જ બધા પ્રશ્નો વાંચી જવા અને જે પ્રશ્નોના જવાબ સારી રીતે આવતા હોય તે પહેલાં લખવા. આ સાથે જ કાંડા ઘડિયાળ પણ સાથે રાખવી જેથી પેપરમાં કેટલી ઝડપ જોઈએ છે તેનો ખ્યાલ આવે.
પરીક્ષાના ટાઈમટેબલ અનુસાર પોતાને ગમતા વિષય વાંચવા જોઈએ. સાથે જ પરીક્ષામાં જ્યારે રજા આવે ત્યારે જે વિષય ના ફાવતા હોય તેના પર વધારે ધ્યાન આપવું જોઈએ
પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરુ થવાના સમયની 15-20 મિનીટ પહેલા પહોંચવુ જોઈએ. આ સાથે જ ઘણા વહેલા પહોંચીને સમયનો દૂરઉપયોગ ના કરવો જોઈએ.
પરીક્ષાના દિવસો દરમ્યાન પોષણક્ષમ આહાર લેવો જોઈએ. બિમાર ના પડી જવાય તે માટે બહારનું ખાવાનું ટાળવું જોઈએ. સાથે જ પરીક્ષા ચાલતી હોય ત્યારે વાહન પણ ના ચલાવવું જોઈએ. ઈજા પહોંચે તેવું કોઈ પણ કામ ના કરવું જોઈએ.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપશે. તેમના માટે બોર્ડની પરીક્ષાનો અનુભવ પ્રથમ વખત થશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ટેંશન રાખ્યા વગર પોતાના વિષય પ્રમાણે તૈયારી કરવી જોઈએ. એટલું યાદ રાખવાનું છે કે, આ બોર્ડની પરીક્ષામાં પણ સ્કૂલની પરીક્ષાની જેમ જ પ્રશ્નોના જવાબ લખવાના છે. ફરક એટલે જ છે કે, બોર્ડની પરીક્ષાનું સંચાલન ગુજરાત બોર્ડ કરે છે જ્યારે સ્કૂલની પરીક્ષાનું સંચાલન તાલુકા કે જિલ્લા સ્તરે થાય છે.
કોરોના આવ્યા બાદ પ્રથમવાર ધોરણ 10 અને 12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વખતે પણ કોરોનાની ગાઈડલાનના પાલન સાથે પરીક્ષા યોજાશે. જો કે આ વખતે બોર્ડની પરીક્ષા થોડી મોડી યોજાઈ રહી છે. કોરોના મહામારી પહેલાં માર્ચ મહિનાની શરુઆતમાં જ બોર્ડની પરીક્ષા શરુ થતી હતી.
ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા 28 માર્ચથી શરુ થશે અને 8 એપ્રિલ શુક્રવાર સુધી ચાલશે. વિજ્ઞાન પ્રવાહમાં 6 વિષયોની પરીક્ષા લેવામાં આવશે. જેમાં બાયોલોજી વિષયની પરીક્ષા 1 એપ્રિલ અને ગણિત વિષયની પરીક્ષા 4 એપ્રિલે યોજાશે.
બ્રેકગ્રાઉન્ડ
આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. આ વખતે અંદાજે કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 28 માર્ચથી શરુ થઈ રહેલી આ પરીક્ષા 9 એપ્રિલ સુધી ચાલશે. જ્યારે ધોરણ 12ના વિવિધ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 12 એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે. બોર્ડની પરીક્ષા આપવા માટે હાલ વિદ્યાર્થીઓએ સંપુર્ણ તૈયારીઓ કરી લીધી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -