ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. નીતિન પટેલે આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ.  બજેટમાં કેટલીક નવી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી.


યોજના અંતર્ગત 200 કરોડની જોગવાઈ

માદરે વતન યોજનાની જાહેરાત નીતિન પટેલે બજેટમાં કરી હતી. માદરે વતન યોજના માટે સરકારે બજેટમાં 200 કરોડની જોગવાઈ કરી છે.  જે  અંતર્ગત ગ્રામ્ય સુવિધાઓ વિકસાવવા દાતા દ્રારા આપવામાં આવતા દાનની રકમ જેટલી જ મેચિંગ રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે.

કેમ જાહેર કરાઈ આ યોજના

વતનમાં શાળા, સ્માર્ટ કલાસ, આંગણવાડી, દવાખાનું, સ્મશાન સહિતની સુવિધાઓ વિકસાવવા યોજના શરૂ કરવામાં આવશે. વતન સિવાય બહાર રાજ્ય, દેશ કે પરદેશમાં વસતા લોકો વતનના વિકાસમાં સહભાગી થાય તેવો આ યોજનાનો હેતુ છે.  જેમાં દાતા ગામને જેટલી રકમનું દાન કરે એટલી જ મેચિંગ રકમ સરકાર પણ ગામને આપશે.

ગુજરાત બજેટઃ ગૌપાલકો અને ખેડૂતો માટે શું થઈ જાહેરાત ? જાણો

ગુજરાત બજેટઃ દેશની પ્રથમ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં સ્થપાશે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈ, જાણો

ગુજરાત બજેટઃ પોલીસ વિભાગમાં કેટલી ભરતી કરવામાં આવશે ? નીતિન  પટેલે શું કરી જાહેરાત, જાણો