કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જિલ્લા પંચાયત બેઠક અને વોર્ડ દિઠ જનસપર્ક અભિયાન માટે નેતાઓને જવાબદારી સોંપી દેવાઈ છે. કોંગ્રેસે લીધેલા નિર્ણય પ્રમાણે તમામ જિલ્લા તાલુકા અને મહાનરપાલિકા વોર્ડ દિઠ અભિયાન કરાશે.
કોંગ્રેસે કરેલી જાહેરાત પ્રમાણે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મટોડાથી જનસંપર્ક અભિયાન શરૂ કરશે. આ ઉપરાંત મોડાસર , મૌરૈયા , અમદાવાદ સાબરમતી અને શાહીબાગમાં સભાઓ કરશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી , ઉપલેટા અને રાજકોટ શહેરમાં જનસંપર્ક કરશે જ્યારે ભરતસિંહ સોલંકી વડોદરા શહેરમાં જનસંપર્ક કરશે. અર્જૂનભાઇ મોઢવાડિયા ટંકારા અને જામનગર શહેરમાં જનસંપર્ક કરશે.
જ્યારે તુષાર ચૌધરી સુરતના ચૌર્યાસી અને સુરત જિલ્લામાં જનસંપર્ક કરશે. દિપકભાઇ બાબરિયા ઇસનપુર અને ખોખરામાં, સી જે ચાવડા નરોડા અને વિરાટનગરમાં તથા જયરાજસિંહ પરમાર કુબેરનગર અને સરદારનગરમાં જનસંપર્ક કરશે.