શું કહ્યું CM રૂપાણીએ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસટી કર્મચારીઓની હડતાળ સંદર્ભે કહ્યું કે, એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપી શકાય તેમ નથી. સરકારની પોલિસી પ્રમાણે નફા કરતા બોર્ડ નિગમને જ સાતમા પગારપંચ નો લાભ આપી શકાય છે. લોકોને થઈ રહેલી હેરાનગતિની નોંધ તંત્રએ લીધી છે. એસટી નિગમના કર્મચારીઓએ આવું ન કરવું જોઈએ. તંત્ર મડાગાંઠ ઉકેલવની દિશામાં કામ કરી રહ્યું છે થોડા દિવસોમાં નિવેડો આવશે.
વાંચોઃ STની હડતાળથી મુસાફરો અટવાયા, ખાનગી વાહનોએ ચલાવી ઉઘાડી લુંટ
રૂપાણી હાય હાયના લાગ્યા નારા
સુરતમાં રેલવે સ્ટેશન પર મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરવા ટિકિટ લેવા માટે લાંબી લાઇનો લગાવી દીધી છે. લુણાવાડા બસ ડેપો પર કર્મચારીઓ એ રૂપાણી સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. પંચમહાલમાં એસટી ડિવિઝનના કર્મચારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ ‘હાય હાય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાતમાં STની હડતાળને પગલે સુરત રેલવે સ્ટેશન મુસાફરોની ભીડ, ટિકીટ માટે લાંબી લાઇનો, જુઓ વીડિયો
ગુજરાતમાં STની હડતાળઃ અન્ય રાજ્યના મુસાફરો અટવાયા, સાંભળો તેમની પીડા
ગુજરાતમાં STની હડતાળઃ બનાસકાંઠાની 582 બસોના પૈડા થંભી ગયા, જુઓ વીડિયો