ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12  નવા કેસ સામે આવ્યા છે.રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે અને 4  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,176 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 150 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 146 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,179 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 2, કચ્છમાં બે, પોરબંદરમાં બે, સુરત કોર્પોરેશનમાં બે , વડોદરા કોર્પોરેશનમાં બે, મહેસાણામાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, ગાંધીનગર કોર્પોરેશન,  જામનગર, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી,  વડોદરા, વલસાડ એક પણ કોરોના વાયરસનો કેસ નથી નોંધાયો. 


અમદાવાદમાં લાંબા સમય બાદ વરસ્યો વરસાદ


અમદાવાદમાં લાંબા સમચ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરીજનો ઘણા સમયથી વરસાદની કાગડોળે રાહ જોતા હતા ત્યારે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના જન્મોત્સવ પહેલા મેઘમહેર થતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. આ ઉપરાંત વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતાં લોકોને હાલ ગરમીથી છૂટકારો મળ્યો છે. અમદાવાદના થલતેજ, બોપલ, ગોતા, પ્રહલાદનગર, રાણીપ, ઘાટલોડિયા, નિકોલ, ચાંદખેડા, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે