ગાંધીનગરઃ  કોરોના વાયરસના આજે રાજ્યમાં 908 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3693 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,738 એક્ટિવ કેસ છે, જ્યારે 1,50,650 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,677 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,68,081 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1  મળી કુલ 4 લોકોનાં કરૂણ મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 164, અમદાવાદ કોર્પોરેશનમાં 160,  વડોદરા કોર્પોરેશનમાં 71, સુરતમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 48,  વડોદરામાં 40,  મહેસાણામાં 27, મોરબીમાં 23, સુરેન્દ્રનગરમાં 22, ભરૂચમાં 20, રાજકોટમાં 20, અમરેલી-જામનગર કોર્પોરેશન-પાટણમાં 17-17, ગાંધીનગર કોર્પોરેશનમાં 15 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1102 દર્દી સાજા થયા હતા અને 51,046 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 57,93,788  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.63 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,24,602 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,24,385 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 217 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

ઓનલાઈન સેલમાં બુક કર્યો મોબાઇલ ફોન, બોક્સ ખોલીને જોયું તો હતો કપડા ધોવાનો સાબુ

સુરતઃ યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પતિએ રંગરેલિયાં મનાવતી પકડી તો તેણે શું કર્યું ?

ફરી ખૂલેલા મલ્ટીપ્લેક્સમાં આગામી બે મહિનામાં ફિલ્મ જોવા જશો ? 93 ટકા લોકોએ આપ્યો આ ચોંકાવનારો જવાબ, જાણો વિગત

 મેઘા સુસાઈડ કેસઃ 'તારા અને વનિતા પોતે સ્ત્રી હોવા છતાં એક છોકરીની ઇજ્જત વેચવા જરા પણ ખચકાતા નહોતા', વાંચો આખી સૂસાઇડ નોટ

60 હજાર રૂપિયાની અંદર આ છે બેસ્ટ બાઇક્સ, આપે છે શાનદાર માઇલેજ, મેનટેનેંસ ખર્ચ પણ ઓછો