Corona Cases Live: ગુજરાતમાં 15 મહિના બાદ નોંધાયા સૌથી ઓછા કેસ

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 20 Jun 2021 08:08 AM
ઉત્તરાખંડમાં કોવિડ કર્ફ્યૂ

ઉત્તરાખંડમાં એક સપ્તાહનો કોવિડ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના કેબિનેટ મિનિસ્ટર સુબોધ ઉનીયાલે જણાવ્યું કે, 22 થી 29 જુન સુધી કોવિડ કર્ફ્યૂ નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમિલનાડુએ લોકડાઉન લંબાવ્યું

તમિલનાડુમાં લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવવામાં આવ્યું છે. લોકડાઉન 28 જુન સુધી અમલમાં રહેશે.તમિલનાડુમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 78,780 છે. જ્યારે 23,04,885 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તમિલનાડુમાં 31,015 લોકોના કોરોનાથી મોત થયા છે.

ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.  જે બાદ કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965, કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009, કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243  અને કુલ મોત - 3 લાખ 86 હજાર 713 થયા છે.

રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ શનિવારે 3,24,615 નાગરિકોનું રસીકરણ થયું હતું, જેમાં 3192 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 4670 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 58,306 નાગરિકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 38,730 નાગરિકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 2,18,207 નાગરિકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 1510 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,18,71,920 ડોઝનું રસીકરણ થયું છે.

રાજ્યનો રિકવરી રેટ 97.98 ટકા

ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, ભાવનગર શહેર, અરવલ્લી, અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના એકપણ નવા કેસ સામે આવ્યા નહોતા.શનિવારે ૨૪ કલાકમાં સુરતમાંથી ૨, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગરમાંથી ૧-૧ એમ  પાંચ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૨૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૧૪૦, વડોદરામાંથી ૧૧૪, અમદાવાદમાંથી ૮૧ એમ રાજ્યભરમાંથી વધુ ૮૭૪ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૦૫,૫૪૨ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૭.૯૮% છે.

ગુજરાતમાં કેટલા લોકો છે વેન્ટિલેટર પર

ગુજરાતમાં હાલ ૬૫૭૯ એક્ટિવ કેસ છે જ્યારે ૧૭૩ દર્દી વેન્ટિલેટર પર છે. શનિવારે ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૪૪, અમદાવાદમાંથી ૪૦, વડોદરા શહેરમાંથી ૧૩-ગ્રામ્યમાંથી ૮ સાથે ૨૧, રાજકોટ શહેરમાં ૧૮-ગ્રામ્યમાં ૨ સાથે ૨૦, ૧૭ સાથે ગીર સોમનાથ, ૧૪ સાથે જુનાગઢ નવા કેસ સામે આવ્યા હતા.

15 મહિના બાદ સૌથી ઓછા કેસ

ગુજરાતમાં કોરોનામાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી છે. શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૮ નવા કેસ નોંધાયા છે જ્યારે પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં ગત વર્ષની ૨૭ એપ્રિલ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ વર્ષે પણ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસનો આંક પ્રથમવાર ૨૫૦થી નીચે ગયો હોય તેવું ફેબ્રુઆરી બાદ પ્રથમવાર બન્યું છે.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે. શનિવારે રાજ્યમાં 15 મહિના બાદ સૌથી ઓછા કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,18,71,920 ડોઝનું રસીકરણ થયું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.