Coronavirus Cases : કોરોના સંક્રમણ વધતા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 9 થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન
દેશમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.
ગુજરાતમાં આજે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. આજે 2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોરોના કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 9 થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાયપુરમાં આ આ વાયરસના કારણે 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
11 એપ્રિલથી ખાનગી, સરકારી કચેરીઓમાં વેક્સીનેશનની કામગીરી થઈ શકશે . 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન અપાશે
ઓડિશામાં 24 કલાકમાં કોરોનાના નવા 791 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 266 લોકોએ કોરેનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3,44,647 પર પહોંચી છ. જ્યારે 1923 લોકોના મોત થયા છે. હાલ 4255 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,15,736 નવા કોરોનાના કેસ આવ્યા અને 630 લોકોના મોત થયા છે. જોકે 59,856 લોકો ઠીક પણ થયા છે.
તાપી જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જાગૃત થયા છે. જિલ્લાના વાલોડ તાલુકાના બુટવાડા ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ગામમાં આવતા ફેરિયા,બહારના સગા સંબંધી અને ગામના લોકોએ બહાર ન જવાનો નિર્ણય કર્યો છે. ભાજપના સહકારી આગેવાન નરેશ પટેલનું ગામ છે બુટવાડા. સ્વૈચ્છિક લોકડાઉનની જાણ સોશિયલ મીડિયામાં મેસેજ કરી લોકોને કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લાખ 85 હજાર 630 લોકોને રસી રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 75 હજાર 777 લોકોને અપાયો રસીનો પ્રથમ ડૉઝ, જ્યારે 29 હજાર 886 લોકોને અપાયો રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્ય છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.
માત્ર છ દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં ચાર હજાર 738 વધારો થયો છે. રાજ્યમાં 300થી વધુ એક્ટિવ કેસ ધરાવતા દસ જિલ્લામાં સુરતમાં ચાર હજાર 37, અમદાવાદમાં બે હજાર 940, વડોદરામાં બે હજાર 617, રાજકોટમાં એક હજાર 869 કેસ, ભાવનગરમાં 640, ગાંધીનગરમાં 506, જામનગરમાં 500, મહેસાણામાં 420, પાટણમાં 406, મહિસાગરમાં 334 એક્ટિવ કેસ છે. રાજ્યમાં હાલ 17 હજાર 348 લોકો છે સારવાર હેઠળ. જે પૈકી 171 લોકો છે વેંટીલેટર પર તો 17 હજાર 177 લોકોની સ્થિતિ છે સ્ટેબલ છે.
આઠ મહાનગરોમાં નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 798, સુરતમાં 615, વડોદરામાં 218, રાજકોટમાં 321, જામનગરમાં 81, ભાવનગરમાં 65, જૂનાગઢમાં 21 અને ગાંધીનગરમાં નવા 38 કેસ નોંધાયા હતા. તો અમદાવાદ અને સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં વધુ સાત સાત દર્દીનો કોરોનાએ ભોગ લીધો હતો. જ્યારે વડોદરા શહેરમાં એક અને રાજકોટ શહેરમાં બે દર્દીના થયા મૃત્યુ હતા.
બ્રેકગ્રાઉન્ડ
રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા ત્રણ હજાર 280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -