રાજ્યના નાગરિકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી હતી. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાથી રાજ્યના નાગરિકોને મોટો ફાયદો થશે. ફ્યુઅલ ચાર્જ ઘટતા રાજ્યના નાગરિકોને 1120 કરોડનો ફાયદો થશે. વીજ નિયમન વિનિયોગે ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કર્યો હતો.
ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપી હતી કે રાજ્યના 12 હજાર ગામમાં દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી મળે છે. સવારે 5થી 1 અને સવારે 8થી 4 વાગ્યાના સ્લોટમાં વીજળી અપાય છે. રાજ્યમાં માત્ર 4 ટકા ગામ જ દિવસે વીજળીથી વિહોણા છે.
તેમણે કહ્યું હતું કે 17 હજાર 193 ગામમાં વીજળી આપવામાં આવી છે. માત્ર 632 ગામ સિવાય તમામ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવી છે. બનાસકાંઠા,દ્વારકાના કેટલાક ગામોમાં સૂર્યોદય યોજના બાકી છે. 12 હજાર ગામમાં દિવસે 8થી 4 વાગ્યા સુધી વીજળી અપાતો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ઉર્જામંત્રીએ કહ્યું હતું કે 11 હજાર 927 ગામને ફૂલ દિવસે જ વીજળી આપવામાં આવે છે. રાજ્યમાં માત્ર 4 ટકા ગામોને જ ખેતી માટે દિવસે વીજળી મળતી નથી.
ઊર્જા મંત્રી જણાવ્યું હતું કે, ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૨,૨૩૮ યુનિટ છે જે દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૧,૨૫૫ કરતાં લગભગ બમણા જેટલો છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. “પીએમ સૂર્યઘર મફત વીજલી યોજના” હેઠળ દેશના ૧ કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં ૨ લાખ ૪૨ હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર ૯૦૦ મેગા વોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત પીએમ કુસુમ-C યોજના હેઠળ ફીડર લેવલ સોલરાઈઝેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં આગળ પડતું રાજ્ય છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૦૮.૫૭૦ મેગાવોટના ૩૭ પ્લાન્ટ કાર્યરત થયા છે, જેનો ૪૮,૬૪૮ ખેતીવાડી વીજ ગ્રાહકોને લાભ મળ્યો છે. હાલમાં ગુજરાત Renewable Energy (Wind+ Solar+ Hydro+ Bio Power)ની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦ નવી પેટા વિભાગીય અને ૩ વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે સતત ખેડૂતોના હિતની ચિંતા કરી છે. છેલ્લા દાયકામાં ખેડૂતોને ૧૦ લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ ૧ લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો ૩-૪ મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે.
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?