Coronavirus Cases LIVE: ગુજરાતમાં 78 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, કુલ મૃત્યુઆંક 10 હજાર નજીક

અત્યાર સુધી કુલ ૭,૯૯,૦૧૨ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૭.૪૬% છે. રાજ્યમાં હાલ ૧૦૮૬૩ એક્ટિવ કેસ છે અને ૨૭૨ દર્દી વેન્ટિલેટર પર છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Jun 2021 04:45 PM
જુબિલન્ટ ફૂડવર્કસની કર્મચારીઓ માટે કોવિડ-19 રસીકરણ ઝુંબેશ

ભારતમાં સૌથી વિશાળ ફૂડ સર્વિસ કંપની જુબિલન્ટ ફૂડવર્કસ લિમિટેડ (જેએફએલ) દ્વારા તેની કોવિડ સંભાળ પહેલ હેઠળ 30,000થી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોને આવરી લેતાં દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કંપનીએ આ કાર્યક્રમ માટે ભારતભરમાં ફોર્ટિસ હેલ્થકેર, એપોલો અને અન્યો જેવી નામાંકિત હોસ્પિટલો સાથે જોડાણ કર્યું છે. હમણાં સુધી7040 કર્મચારીઓ અને તેમના નિર્ભરોને રસી આપવામાં આવી છે. આ ઝુંબેશનો રસીકરણ ખર્ચ જેએફએલ દ્વારા ભોગવવામાં આવશે, જેમાં સર્વ જેએફએલ બ્રાન્ડ્સમાં બધા કર્મચારીઓ અને તેમના નિર્ભરોનો આવરી લેવાશે.

દિલ્હીમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 225 કેસ નોંધાયા અને 23 લોકોના મોત થયા છે. જ્યારે 376 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલ એક્ટિલ કેસની સંખ્યા 3,466 છે. જ્યારે 14,02,850 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજધાનીમાં 24,823 લોકોના મોત થયા છે.

ગાયિકા ગીતા રબારીને ઘરે જઈને રસી અપાતાં વિવાદ

જાણીતી લોકગાયિકા ગીતા રબારી આ રસીકરણમાં વિવાદમાં ફસાઈ છે. ગીતા રબારીના ઘરે જઈને રસી અપાતાં વિવાદ થઈ ગયો છે. ગીતા રબારીએ  શનિવારે ટ્વિટર મારફત પોતાના ઘરે નર્સ કોરોનાની રસી આપી રહી  હોવાની પોસ્ટ મૂકી હતી. આ મુદ્દે વિવાદ થતાં તેણે પછી પોસ્ટ ડિલિટ કરી નાખી હતી પણ આ પોસ્ટના સ્ક્રીન શોટ વાયરલ થઈ જતાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ આપવો પડ્યો છે. 

શિવરાજ સિંહે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોરોના સ્થિતિ પર પ્રભારી મંત્રીઓ, પ્રભારી અધિકારીઓ, જિલ્લા પ્રશાસન તથા ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે.

ગુજરાતમાં રસીકરણનો આંક બે કરોડને પાર

ગુજરાતમાં કોરોના રસીકરણની પ્રક્રિયા વધુને વધુ વેગવંતી બનાવવામાં આવી છે.  મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત હવે દેશનું માત્ર ત્રીજું એવું રાજ્ય બની ગયું છે જ્યાં રસીકરણનો આંક ૨ કરોડને પાર થયો છે. આમ, ગુજરાતમાં પ્રતિ ૧ લાખની વસતીએ સરેરાશ ૨૨,૪૦૦ વ્યક્તિ કોરોના રસીના ડોઝ લઇ ચૂકી છે.

આ શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરત શહેરમાંથી ૭૪-ગ્રામ્યમાંથી ૨૬ સાથે સૌથી વધુ ૧૦૦, વડોદરા શહેરમાંથી ૪૪-ગ્રામ્યમાંથી ૩૩ સાથે ૭૭, અમદાવાદ શહેરમાંથી ૬૨-ગ્રામ્યમાંથી ૨ સાથે ૬૪ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાંથી અન્યત્ર જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૩૮ સાથે રાજકોટ, ૨૪ સાથે જુનાગઢ, ૧૯ સાથે ભરૃચ, ૧૮ સાથે જામનગર-ગીર સોમનાથ, ૧૨ સાથે મહેસાણા-વલસાડ, ૧૧ સાથે અમરેલી, ૧૦ સાથે દેવભૂમિ દ્વારકા-ખેડા, ૯ સાથે ગાંધીનગર-પંચમહાલ, પોરબંદર, ૮ સાથે કચ્છ-નવસારીનો સમાવેશ થાય છે.

ગુજરાતના આ જિ્લ્લામાં 24 કલાકમાં ન નોંધાયો એક પણ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાંથી ૨૫૦, અમદાવાદમાંથી ૨૦૩, સુરતમાંથી ૧૮૦ એમ વધુ ૧૨૭૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.  નર્મદા, ડાંગ, છોટા ઉદેપુર, બોટાદમાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૨, જુનાગઢ-ભરૃચ-જામનગર-અરવલ્લીમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોની કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને શનિવારે ૪૯૦ નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ ૨૬ માર્ચ બાદ પ્રથમવાર સૌથી ઓછા ૬ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. અત્યારસુધી કુલ ૯,૯૯૧ના કોરોનાથી મૃત્ય થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક ૧૦ હજારની નજીક છે. અત્યાર સુધી કુલ ૭,૯૯,૦૧૨ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૭.૪૬% છે. રાજ્યમાં હાલ ૧૦૮૬૩ એક્ટિવ કેસ છે અને ૨૭૨ દર્દી વેન્ટિલેટર પર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.