અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે સ્થિતી ગંભીર છે ત્યારે સંક્રમણ રોકવા માટે સરકાર તથા લોકો પણ જાત જાતનાં પગલાં લઈ રહ્યાં છે. કોરોના સંક્રમણ વધતાં ધાર્મિક આસ્થાના કેન્દ્રો પણ લોકડાઉન થઈ રહ્યાં છે. બોટાદ પાસેના સાળંગપુરના જગ વિખ્યાત હનુમાનજી મંદીરને પણ 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બંધ રહેશે.


હનુમાન જયંતિનાં તહેવાર પર ભક્તોને ઓનલાઇન દર્શન કરવા માટે મંદીર તરફથી સૂચના અપાઈ છે કે જેથી મંદિરમાં ભીડ ના થાય. મંદિરમાં સીમિત લોકો સાથે હનુમાન જયંતિની ઉજવણી કરાશે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે. 


રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,08,994 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,61,550 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,01,70,544 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.  આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું  બીજા ડોઝનું રસીકરણ કરાયું.


India Lockdown: દેશનાં ક્યાં ક્યાં રાજ્યોમાં આજે છે લોકડાઉન ?


આ ભાજપ શાસિત પાડોશી રાજ્યમાં રાત્રે ઓક્સિજન ખૂટી જતાં કોરોનાના છ દર્દીનાં મોત


ઉત્તર ગુજરાતના આ મોટા શહેરમાં સોમવારથી ‘હાફ લોકડાઉન’, શનિ-રવિ પણ તમામ બજારો રહેશે બંધ


દેશમાં કોરોનાની ખતરનાક સ્થિતિ,  પ્રથમ વખત મોતનો આંકડો 1500ને પાર, સતત ચોથા દિવસે બે લાખથી વધુ કેસ