અમદાવાદઃ ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની (Gujarat Corona Cases) સંખ્યા પણ સ્થિર રહી છે અને બુધવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૦૧૭ નવા કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુઆંક સતત ઘટી રહ્યો હોઈ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨ મૃત્યુ નોંધાયા હતા. જો કે બીજી બાજુ હાલ રાજ્યમાં ૮૦૦થી વધુ દર્દી હજુ પણ વેન્ટિલેટર પર છે.
કોરોનાના કેસ ઘટવા સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે પરંતુ બીજી બાજી વેન્ટિલેટર પરના ગંભીર દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ રાજ્યમાં ૮૦૪ દર્દી વેન્ટિલેટર પર છે અને પ્રથમવાર રાજ્યમાં ૮૦૦થી વધુ દર્દી વેન્ટિલેટર પરના નોંધાયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાની ગત થોડી મંદ પડી છે.કોરોનાના નવા કેસ ૧૧ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે.નવા કેસોમાં મોટો વધારો નોંધાતો નથી.જ્યારે રીકવરી રેટ પણ હવે ૮૦ ટકાથી વધુ નોંધાયો છે અને દિવસેને દિવસે નવા કેસ સામે કોરોનામાંથી સાજા થનારા દર્દીની સંખ્યા વધી રહી છે જ્યારે મૃત્યુ આંક પણ સતત ઘટતા હવે ૧૦૦ની આસપાસ પહોંચી ગયો છે.
રાજ્યમાં 18 મે સુધી મિની લોકડાઉન
ગુજરાતના 36 શહેરોમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા રાત્રી કરફ્યુ અને બાદમાં મીની લોકડાઉન જેવી પરિસ્થિતિના કારણે નાના વેપારીઓની કમર તૂટી છે. તંત્ર દ્વારા મિની લોકડાઉન 18 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ દરમિયાન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ 18 મે સુધી નાના વેપારીઓને ધીરજ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કોરોનાની સ્થિતિના આધારે સરકાર નિર્ણય લેશે.
ભારતે કોરોના પર કાબુ મેળવી લીધો હોવાની ખોટી ધારણા બાંધીને લોકડાઉન વહેલું ખોલી નાંખ્યું ને.......
ગુજરાતમાં લોકડાઉન મુદ્દે 18 મે પછી થશે મોટી જાહેરાત, પ્રદીપસિંહે કર્યું 'ખુશખબર' આપવાનું એલાન