ગાંધીનગર: રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,742 નવા કેસ નોંધાયા છે અને 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15269 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8840 પર પહોચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી 593,666 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે. જેમાંથી 796 દર્દી વેન્ટિલેટર પર અને 1,22,051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 81.85 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2878 , સુરત કોર્પોરેશન-776, વડોદરા કોર્પોરેશન 650, વડોદરા-461, મહેસાણામાં 399, રાજકોટ કોર્પોરેશન 359, રાજકોટ-332, જુનાગઢ કોર્પોરેશનમાં 323, અમરેલી-298, જામનગર કોર્પોરેશમાં 298, બનાસકાંઠા-259, જુનાગઢ-249, સુરત-227, પંચમહાલ-223, ભાવનગર કોર્પોરેશન-202, કચ્છ-185, આણંદ-177, જામનગરમાં-176, ભરુચ-173, ગીર સોમનાથ-171, ખેડા-162, પાટણ-147, દેવભૂમિ દ્વારકા-131,ભાવનગર-128,ગાંધીનગર-128, સાબરકાંઠા-123, દાહોદ-121, મહીસાગર-113, વલસાડ-107, નવસારી-106, ગાંધીનગર કોર્પોરેશન-104, સુરેન્દ્રનગર-87, અરવલ્લી-83, નર્મદા-70, અમદાવાદ-64, તાપી-64, છોટા ઉદેપુર-57, મોરબી-52, પોરબંદર-49, બોટાદ-20, અને ડાંગમાં 10 કેસ સાથે કુલ 10742 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 15 , સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 6, વડોદરા-4, મહેસાણામાં 4, રાજકોટ કોર્પોરેશન 4, રાજકોટ-5, જુનાગઢ કોર્પોરેશનમાં 4, અમરેલી-3 , જામનગર કોર્પોરેશમાં 5, જુનાગઢ-7, સુરત-6, પંચમહાલ-3, ભાવનગર કોર્પોરેશન-4, કચ્છ-3, આણંદ-1, જામનગરમાં-4, ભરુચ-3, ગીર સોમનાથ-1, ખેડા-1, પાટણ-2, દેવભૂમિ દ્વારકા-1,ભાવનગર-1,ગાંધીનગર-2, સાબરકાંઠા-2, દાહોદ-1, મહીસાગર-2, નવસારી-1, ગાંધીનગર કોર્પોરેશન-1, અરવલ્લી-2, અમદાવાદ-1, તાપી-1, છોટા ઉદેપુરમાં 1 દર્દીના મોત સાથે કુલ 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
રાજ્યમાં આજે કુલ 1,51,772 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
ધોરણ 10ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને લઈ રાજ્ય સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો
કોરોનાથી માતા-પિતા ગુમાવનાર નિરાધાર બાળકોને લઈ રૂપાણી સરકારે શું કરી મોટી જાહેરાત ? જાણો વિગતે