ગાંધીનગરઃ  રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. આજે  2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 


રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90  ટકા છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6,  સુરત કોર્પોરેશનમાં 8,  સુરતમાં-2,બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 દર્દીના મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4620 પર પહોંચી ગયો છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 804,  સુરત કોર્પોરેશનમાં 621, રાજકોટ  કોર્પોરેશનમાં 395, વડોદરા કોર્પોરેશનમાં 351, સુરત 198, વડોદરા 124, પાટણ 111, વડોદરા-106, જામનગર કોર્પોરેશન 96,  રાજકોટ 95, જામનગરમાં 79, ભાવનગર કોર્પોરેશન-66, મહેસાણામાં-66, ગાંધીનગર કોર્પોરેશન-40,ગાંધીનગર-39, કચ્છ-38, મહીસાગર-37, પંચમહાલ-37, ખેડા-32, મોરબી-31, દાહોદ-29, બનાસકાંઠા-26, ભાવનગર-24, ભરૂચમાં 22, જુનાગઢ-22, જુનાગઢ કોર્પોરેશન-21, અમરેલી-2-, અમદાવાદ-19,આણંદ-19, નર્મદા-19, સાબરકાંઠા-19, વલસાડ-19, નવસારી-15, દેવભૂમિ દ્વારકા-14, ગીર સોમનાથ-13 અને સુરેન્દ્રનગરમાં 11 કેસ નોંધાયા હતા. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

 

ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

 

તારીખ

નોંધાયેલા કેસ

મોત

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

31 માર્ચ

2360

9

30 માર્ચ

2220

10

29 માર્ચ

2252

8

28 માર્ચ

2270

8

27 માર્ચ

2276

5

કુલ કેસ અને મોત

 32,133

141

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની ઓફિસોમાં કોરોનાની એન્ટ્રી થતાં ખળભળાટ, જાણો કોને કોને લાગ્યો ચેપ?

માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂકનારા લોકો પાસેથી ગુજરાત પોલીસે માત્ર ચાર દિવસમાં કેટલા કરોડનો વસૂલ્યો દંડ ? જાણો