Gujarat Corona Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર પહોંચી ગયો છે. આજે વધુ નવા 529 કેસ નોંધાયા છે. આજે 408 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,17,623 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 59,218 રસીના ડોઝ અપાયા હતા.


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યમાં આજે નોંધાયેલા 529 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 220, સુરત કોર્પોરેશન 79, વડોદરા કોર્પોરેશન 53, રાજકોટ કોર્પોરેશન 12, ગાંધીનગર કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશનમાં 4 કેસ નોંધાયા છે. 


ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ જોઈએ તો, સુરતમાં 20, વલસાડમાં 20, કચ્છમાં 13, મહેસાણામાં 12, નવસારી 13, ભરુચમાં 10, ગાંધીનગરમાં 8, અમદાવાદમાં 6, વડોદરામાં 6, આણંદ અને પાટણમાં 5-5 કેસ, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3 કેસ, અમરેલી, બનાસકાંઠા, દ્વારકા, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, ભાવનગર, ગીરસોમનાથ, જામનગર, ખેડા અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે.


408 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2914 થયાઃ
રાજ્યમાં આજે  કોરોનાથી મુક્ત થઇને 408 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,17,623 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2914 થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી. 


આ પણ વાંચોઃ


Presidential Election: રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે બમ બમ મહારાજ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, જાણો કોર્ટે શું કહ્યું...


Reliance Retail: પુત્રીને રિટેલ કારોબાર સોંપી શકે છે મુકેશ અંબાણી, ઈશા અંબાણી બની શકે છે રિલાયન્સ રિટેલની ચેરપર્સન