કેશોદઃ નાની ઘંસારી ગામે ખેડુતના કુવામાં વહેલી સવારે કુવામાં પડેલ આશરે પાંચથી છ વર્ષની દિપડીનું ટ્રેકર ટીમ દ્વારા રેસક્યું કરી કુવા બહાર કાઢી દીપડીને અમરાપુર એનીમલકેર સેન્ટર ખાતે મોકલવામાં આવેલ છે. 






કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે રહેતા ભાયાભાઈ મુળુભાઈ હડીયાના ખેતરમાં આવેલ કુવામાં વહેલી સવારે દિપડો પડ્યો હોવાની ખેડુતને જાણ થતાં વન વિભાગને જાણ કરી હતી.  વન વિભાગ દ્વારા કુવામાં પડેલ દિપડાને બહાર કાઢવા વન કર્મીઓ સાથે ટ્રેકર ટીમ મોકલવામાં આવતા ટ્રેકર ટીમ દ્વારા કુવામાં પડેલ દિપડાનું રેસ્ક્યુ કરી કુવામાંથી દિપડાને બહાર કાઢવામાં આવેલ. વન વિભાગ કર્મી દ્વારા જણાવાયું હતું કે, કુવામાં પડેલ માદા દિપડી હોય જેની આશરે પાંચથી છ વર્ષની ઉંમર હોવાનું જણાવ્યું હતું. રેસ્ક્યૂ કરવામાં આવેલ દિપડીને અમરાપુર એનીમલકેર સેન્ટર ખાતે મોકલવામાં આવેલ હતી.






નાની ઘંસારી ગામે દિપડો કુવામાં ખાબકયો હોવાની વાત ગામમાં વાયુવેગે ફેલાતા કુવામાં પડેલ દિપડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. વન વિભાગને જાણ કર્યા બાદ એકથી દોઢ કલાક બાદ ટ્રેકર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તે પહેલા કુવામાં પડેલ દિપડાને જોવા ગામ લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.


રેસ્ક્યુ સમયે પણ લોકોના ટોળા જોવા મળ્યા હતા. વહેલી સવારના અંદાજે છથી સાડા છ વાગ્યાના સમયમાં કુવામાં દીપડો ખાબક્યો હોવાનું લોકોમાંથી જાણવા મળ્યું હતું. જ્યારે અગિયાર વાગ્યે ટ્રેક્ટર ટીમ દ્વારા કુવામાં પડેલ દિપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અડધી કલાકની જહેમત બાદ દિપડાને કુવા બહાર કાઢવામાં સફળતા મળી હતી. રેસ્ક્યુ બાદ જાણવા મળ્યું હતું કે, કુવામાં ખાબકેલ દિપડી હોય જેની આશરે પાંચથી છ વર્ષની ઉંમર હોવાનું વન કર્મીએ જણાવ્યું હતું. જો કે સદનશીબે કુવામાં પડેલ દિપડીને સામાન્ય ઈજાઓ પહોંચી હોય વન વિભાગ દ્વારા અમરાપુર એનીમલકેર સેન્ટર ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.