ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો પ્રકોપ થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં વધુ 1159 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 60,285 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2418 પર પહોંચ્યો છે. આજે વધુ 879 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 44074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 217, અમદાવાદ કોર્પોરેશનમાં- 143, વડોદરા કોર્પોરેશનમાં-78, સુરત 54, રાજકોટ- 53,જામનગર કોર્પોરેશન- 36, ભરુચ- 35, સુરેન્દ્રનગર-34, રાજકોટ- 33, દાહોદ-31, બનાસકાંઠા- 28, ભાવનગર કોર્પોરેશન-27, ગાંધીનગર- 25, અમરેલી-24, પંચમહાલ- 23, પાટણ- 22, વલસાડ- 22, ભાવનગર- 19, જુનાગઢ કોર્પોરેશન- 19, મહેસાણા- 18, વડોદરા -18, મહીસાગર- 16, નર્મદા-16, જુનાગઢ- 15, ખેડા-15, નવસારી- 15, સાબરકાંઠા- 15, અમદાવાદ- 14, બોટાદ- 13, છોટા ઉદેપુર- 13, ગાંધીનગર કોર્પોરેશન- 12, કચ્છ-12, મોરબી-12, આણંદ- 11, ગીર સોમનાથ -8, જામનગર- 4, અરવલ્લી-3, ડાંગ-2, પોરબંદર-2, દેવભૂમિ દ્વારકા-1 અને તાપીમાં 1 કેસ સામે આવ્યો છે.

આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 22 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશન -5, સુરતમાં 4, પાટણ- 2, વડોદરા કોર્પોરેશનમાં- 2, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન અને કચ્છમાં એક-એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2418 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં હાલ 13793 એક્ટિવ કેસ છે, જેમાંથી 84 વેલ્ટીલેટર પર છે અને 13709 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 44074 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 7,38,073 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવર રેટ 73.11 ટકા છે.