Gujarat Election Phase 2 Voting LIVE: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલા ટકા થયું વોટિંગ

Gujarat Election 2022 Phase 2 Voting LIVE Updates:ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

gujarati.abplive.com Last Updated: 05 Dec 2022 05:03 PM
બીજા તબક્કાનું વોટિંગ પૂર્ણ

ગુજરાત વિધાસનભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે, સરારેશ 60 ટકા મતદાન થયો હોવાનો અંદાજ છે. મતદાન મથકોની અંદર રહેલા મતદારોને મતદાન કરવા દેવામાં આવશે.

ખેડા જિલ્લામાં બપોરના 15.00 કલાક સુધી અંદાજિત 53.91 % મતદાન નોંધાયું

115 - માતર 55.78 %
116 -નડિયાદ 45.67 %
117 - મહેમદાવાદ 58.87%
118- મહુધા   55.38% 
119 - ઠાસરા 55.32% 
120- કપડવંજ  53.21%

અમદાવાદ શહેર અને જિલ્લામાં 3 વાગ્યા સુધી મતદાન 44.67 ટકા મતદાન (ટકાવારીમાં)

અમરાઈવાડી - 39.99
અસારવા - 42.03
બાપુનગર -  43.89
દાણીલીમડા - 41.68
દરિયાપુર -43.27
દસક્રોઈ -51.23
ધંધુકા - 46.04
ધોળકા -51.00
એલિસબ્રીજ - 39.30
ઘાટલોડિયા - 47.09
જમાલપુર ખાડીયા - 41.75
મણિનગર - 42.94
નારણપુરા - 43.08
નરોડા - 40.21
નિકોલ - 45.95
સાબરમતિ - 42.22
સાણંદ - 54.81
ઠક્કરબપા નગર - 38.85
વટવા - 41.54
વેજલપુર - 43.78
વિરમગામ - 52.35

અમદાવાદ શહેર અને જિલ્લામાં 3 વાગ્યા સુધી 44.67 ટકા મતદાન

અમરાઈવાડી - 39.99
અસારવા - 42.03
બાપુનગર -  43.89
દાણીલીમડા - 41.68
દરિયાપુર -43.27
દસક્રોઈ -51.23
ધંધુકા - 46.04
ધોળકા -51.00
એલિસબ્રીજ - 39.30
ઘાટલોડિયા - 47.09
જમાલપુર ખાડીયા - 41.75
મણિનગર - 42.94
નારણપુરા - 43.08
નરોડા - 40.21
નિકોલ - 45.95
સાબરમતિ - 42.22
સાણંદ - 54.81
ઠક્કરબપા નગર - 38.85
વટવા - 41.54
વેજલપુર - 43.78
વિરમગામ - 52.35

બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50.51 મતદાન

ચૂંટણીપંચના આંકડા પ્રમાણે બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50.51 મતદાન નોંધાયું છે. અમદાવાદમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 44.67 ટકા મતદાન નોંધાયું છે.

નડિયાદમાં યુવકે પગથી મતદાન કર્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. નડિયાદમાં દિવ્યાંગ યુવક અંકિત સોનીએ પગથી મતદાન કર્યુ હતું. 25 વર્ષ પહેલા અંકિત સોનીને કરંટ લાગતા બંને હાથ કાપવા પડ્યા હતા. આજે વિધાનસભાની ચૂંટણીમાં અંકિત સોનીએ evm માં પગથી મતદાન કરતા હાજર કર્મચારીઓમાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજે અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે.

AAPના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ મતદાન કર્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું  બીજા તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. 14 જિલ્લાની 93 બેઠક માટે આજે વોટિંગ થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ પણ મતદાન મથક પહોંચ્યાં હતા અને મતાધિકારનો ઉપયોગ કરતાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે મીડિયા સાથે વાત કરતાં જનતાને વધુમાં વધુ મતદાન થાય માટે ઘરની બહાર નીકળીને વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે હાલ પરિસ્થિતિના મુદ્દાના ધ્યાનમાં રાખીને મતદાન કરવા અપીલ કરી હતી. 

વડાપ્રધાન મોદીના માતાએ મતદાન કર્યુ હતું

વડાપ્રધાન મોદીના ભાઇ સોમાભાઇ મોદીએ મતદાન કર્યું

11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન

કેન્દ્રિય મંત્રી અમિત શાહે મતદાન કર્યું

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યું હતું.

નવ વાગ્યા સુધીમાં 4.75 ટકા મતદાન થયું

વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું હતું

વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું

વડાપ્રધાન મોદી મતદાન કરવા રવાના

વડોદરામાં ઉમટ્યા મતદારો

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કરતા પહેલા પૂજા કરી

ગુજરાત વિધાનસભાના બીજા તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કરતા પહેલા અમદાવાદમાં તેમના ઘરે પૂજા-અર્ચના કરી હતી.  

બીજા તબક્કાનું મતદાન શરૂ

દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી મળી આવ્યા સહીસલામત

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની પત્નીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

રાણીપની નિશાન સ્કૂલમાં મતદાનની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે

PM મોદી અને અમિત શાહ મતદાન કરશે

PM મોદી રાણીપના નિશાન સ્કૂલ મતદાન કેન્દ્ર પરથી મતદાન કરશે. તો ગૃહમંત્રી શાહ નારણપુરાની મ્યુનિ. સબ ઝોનલ ઓફિસના મતદાન કેન્દ્રથી મતદાન કરશે 

5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન

 



  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ

  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર

  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર

  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ

  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ

  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ

  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા

  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા

  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ

  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર

  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ

  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા

  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ

  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Polls 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા અને બીજા તબક્કાનું આજે મતદાન થશે. આજે  બીજા તબક્કામાં રાજ્યની કુલ 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં મતદાન યોજાનારી 93 બેઠકો માટે 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષ ઉમેદવારો છે, જ્યારે બીજા તબક્કામાં ઘણા VIP ઉમેદવારોનું ભાવિ પણ દાવ પર છે.


કયા VIP ઉમેદવારોનું ભાવિ દાવ પર છે ?


ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. VIP ઉમેદવારોમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી, ભાજપના નેતા હાર્દિક પટેલ વિરમગામથી અને ભાજપના અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠકપરથી ચૂંટણી લડી રહ્યા છે.


આ ઉપરાંત કૉંગ્રેસના  નેતા જીગ્નેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી ઉમેદવાર છે. ભાજપના બળવાખોર અને દબંગ નેતા  મધુ શ્રીવાસ્તવ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.