Gujarat Election Results 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 156, કોંગ્રેસને 17, AAP ને 5 તથા અન્યને 4 સીટ મળી હતી. ગુજરાતમાં ભાજપને મળેલી આ ઐતિહાસિક જીત કેવી રીતે મળી તેની હાલ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદીય દળની બેઠકમાં ગુજરાતમાં ભાજપને મળેલી જીતને લઈ મોટી વાત કરી.
શું કહ્યું પીએમ મોદીએ
વડાપ્રધાને જણાવ્યું, ખરા અર્થમાં કોઈને જીતનો શ્રેય આપવો હોય તો ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને આપવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના તે તમામ કાર્યકરોને આવકારવા જોઈએ જેમના અથાક પ્રયાસોથી સંગઠનમાં ઘણું કામ થયું છે. ગુજરાતમાં પાર્ટી વારંવાર સંગઠન શક્તિના કારણે જીતી રહી છે.
આ સાથે જ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને એક થવા અને G20ની તૈયારીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાની અપીલ પણ કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે પણ ભાજપ સંસદીય દળની બેઠકમાં અર્થવ્યવસ્થા પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
ભાજપના નેતા દારૂ સાથે પકડાયો ? જાણો શું કર્યો ખુલાસો
પાટણ શહેરમાં ભાજપના નેતા દારૂ સાથે ઝડપાયનો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાટણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ ભાજપ નેતા મહેન્દ્ર પટેલની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી.ચૂંટણીની આગલી રાત્રે દારૂ સાથે તેઓ ઝડપાયા હતા પરંતુ હવે વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં મહેન્દ્ર પટેલ તેમજ લોકો વચ્ચે ઝડપાયા બાદ રકઝક થતી હોવાનું જોવા મળે છે. આ ઉપરાંત તેઓ વીડિયોમાં કહી રહ્યા છે ભાઈ તમારે મને પકડવાનો કોઈ અધિકાર નથી, તમારો ધારાસભ્ય પણ દારૂ પીધેલી હાલતમાં છે. આ ઉપરાંત હવે તમારું શું થાય છે તે જુઓ..
મહેન્દ્ર પટેલે શું આપી પ્રતિક્રિયા
મહેન્દ્ર પટેલે વાયરલ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું, મારી પાસેથી કોઈ દારૂ પકડાયો નથી. જે લોકો આવ્યા હતા તે જ દારૂ લઈને આવ્યા હતા. પાટીદાર યુવાનો હોવાથી સામાજિક અસર ન થાય તે માટે કોઈ ફરિયાદ કરી નહોતી. હવે હું આ અંગ ફરિયાદ દાખલ કરીશ.