Viral Video: પાટણ શહેરમાં ભાજપના નેતા દારૂ સાથે ઝડપાયનો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાટણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ ભાજપ નેતા  મહેન્દ્ર પટેલની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી.ચૂંટણીની આગલી રાત્રે દારૂ સાથે તેઓ ઝડપાયા હતા પરંતુ હવે વીડિયો વાયરલ થયો છે.


વીડિયોમાં મહેન્દ્ર પટેલ તેમજ લોકો વચ્ચે ઝડપાયા બાદ રકઝક થતી હોવાનું જોવા મળે છે. આ ઉપરાંત તેઓ વીડિયોમાં કહી રહ્યા છે ભાઈ તમારે મને પકડવાનો કોઈ અધિકાર નથી, તમારો ધારાસભ્ય પણ દારૂ પીધેલી હાલતમાં છે. આ ઉપરાંત હવે તમારું શું થાય છે તે  જુઓ.


મહેન્દ્ર પટેલે શું આપી પ્રતિક્રિયા


મહેન્દ્ર પટેલે વાયરલ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું, મારી પાસેથી કોઈ દારૂ પકડાયો નથી. જે લોકો આવ્યા હતા તે જ દારૂ લઈને આવ્યા હતા. પાટીદાર યુવાનો હોવાથી સામાજિક અસર ન થાય તે માટે કોઈ ફરિયાદ કરી નહોતી. હવે હું આ અંગ ફરિયાદ દાખલ કરીશ.



ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એન્ડ્રૂ ફ્લિંટોફની કારનો અકસ્માત થયો છે. તેને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. મળતી વિગત પ્રમાણે, પૂર્વ ક્રિકેટર બીબીસીની સીરિઝના એક એપિસોડનું શૂટિંગ કરતો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. 45 વર્ષીય પૂર્વ ક્રિકેટર તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ ખતરાથી બહાર છે. બીબીસીએ આ મામલે નિવેદન બહાર પાડીને કહ્યું, ફ્લિંટોફની કારનો અકસ્માત થયો છે. તેને થોડી ઈજા પહોંચી છે. દુર્ઘટના બાદ તાત્કાલિક મેડિકલ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. મેડિકલ ટીમની સલાહ પર તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અંગે જલદી વધુ જાણકારી આપીશું. ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડરની કારનો પહેલા પણ અકસ્માત થયો હતો. 2019માં તે ફૂલ સ્પીડમાં કાર ચલાવતો હતો ત્યારે ગાડી પરથી સંતુલન ગુમાવતાં નિયંત્રણ ખોઈ બેઠો હતો. તે સમયે 124 mph ની સ્પીડે ગાડી ચલાવતો હતો. ફ્લિંટોફે ઈંગ્લેન્ડ તરફથી 79 ટેસ્ટમાં 3845 રન બનાવવાની સાથે 226 વિકેટ લીધી છે. 141 વન ડેમાં 3394 રન સહિત 169 વિકેટ લીધી છે. 7 ઈન્ટરનેશનલ ટી20માં 76 રન બનાવ્યા છે અને 5 વિકેટ લીધી છે. જ્યારે આઈપીએલની 3 મેચમાં 62 રન બનાવ્યા છે.