Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી છે. ગુજરાત વિધાનસભાની 10 બેઠકો માટે આ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગર પૂર્વ, સુરત પૂર્વ, અમદાવાદની જમાલપુર-ખાડિયા સહિતની કુલ 10 સીટો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.


આ ઉમેદવારોને મળી ટિકિટઃ


ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક પર કાંતિજી ઠાકોર, અમદાવાદ શહેરની દરિયાપુર બેઠક પર તાજ કુરેશી, જમાલપુર ખાડિયા બેઠક પર હારુન નાગોરી, દસાડા બેઠક માટે અરવિંદ સોલંકી, પાલિતાણા બેઠક માટે ડૉ. ZP ખેની, ભાવનગર પૂર્વ બેઠક માટે હમીર રાઠોડ, પેટલાદ બેઠક માટે અર્જૂન ભરવાડ, નડિયાદ બેઠક માટે હર્ષદ વાઘેલા, હાલોલ બેઠક પર ભરત રાઠવા અને સુરત પૂર્વ બેઠક માટે કંચન જરીવાલાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે.






ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, બે તબક્કામાં મતદાન યોજાશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે તારીખ જાહેર થઇ ગઇ છે.  કેન્દ્રીય ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને તારીખની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે,. પહેલા તબક્કાની ચૂંટણી  માટે 1 ડિસેમ્બરે મતદાન  યોજાશે  જ્યારે બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. તો 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે, 


1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન


પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.


5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન


બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. બીજા તબક્કા માટે ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે કરવામાં આવશે. બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.