GSRTC's Free Bus Ride for Divyang: રાજ્યના દિવ્યાંગો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ હવે રાજ્યના દિવ્યાંગ લોકો GSRTCની તમામ બસોમાં રાજ્યની બહાર પણ મફત મુસાફરી કરી શકશે.
3.18 લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ મળશેઃ
આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત મુજબ હવે રાજ્યનો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ જે બસપાસ ધરાવે છે તે, બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ લઈ શકશે. મહત્વનું છે કે, આ નિર્ણયના પરિણામે 3.18 લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ મળશે. GSRTC દ્વારા હાલ રાજ્ય બહાર અંદાજિત 168 બસ રૂટ ઉપર એસટી બસ કાર્યરત છે.
રાજ્ય સરકારને 2.5 કરોડનું ભારણ વધશેઃ
દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ, સારવાર, નોકરી ધંધાના સ્થળે વિનામૂલ્યે પ્રવાસ કરવા યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના સાથે અંદાજિત રૂ. 2.5 કરોડનું ભારણ રાજય સરકાર વહન કરશે.
રખડતા ઢોર મુદ્દે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, જીતુ વાઘાણીએ કરી જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રખડતા ઢોર મુદ્દે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો પશુને ઢોરવાડામાં મુકવામાં આવે છે. તેને વિનામુલ્યે રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ સરકાર ભોગવશે.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મનપા અને નગરાપાલિકાના ઢોરવાડામાં પશુઓને વિનામુલ્યે રાખવાની મંજૂરી સરકારે આપી દીધી છે. રખડતા ઢોરના ત્રાસથી જનતાને મુક્ત કરવા રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઢોરવાડાની મર્યાદા હશે, ઘાસચારાની અછત હશે, તે તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. હંગામી ધોરણે તાત્કાલિક ઢોરવાડા બનાવવાનો આદેશ અપાયો છે. થોડા દિવસોમાં તેની અમલવારી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
Helmet Cleaning Tips: શું તમારું હેલ્મેટ ગંદુ થઈ ગયું છે ? આ ટિપ્સ અપનાવીને બનાવો નવા જેવું
Gujarat Rains: સાબરમતી નદીમાં પાણી આવતા ઇડરનું સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો
Gujarat Rains: મહેસાણામાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી, જુઓ આ તસવીરો
CBI Raids On RJD Leaders: સીબીઆઈના દરોડાથી BJP પર ભડક્યાં સુનીલ સિંહ, કહી આ વાત