ગાંધીનગરઃ આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ મુદ્દે જીતુ વાઘાણીએ ટિપ્પણ કરવી યોગ્ય ન હોવાનું કહ્યું હતું. સાથે ઉમેર્યું હતું કે, કોરોના સમય દરમિયાન મૃત્યુ થયા અને કોરોનાથી મૃત્યુ થયા આ બંનેમાં ખૂબ મોટો તફાવત છે. આ સમયે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં મેટર પેન્ડિંગ છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. કોરોનાથી જે લોકોના મૃત્યુ થયા છે, તેનો આંકડો વિધાનસભામાં જણાવ્યો છે. કોરોનાથી ગુજરાતમાં 10088 લોકોના મૃત્યુ થયા છે. કોરોના સમય દરમિયાન અલગ અલગ બીમારીથી મૃત્યુ થયા હોય તેના આંકડા અલગ હોય શકે છે. સુપ્રીમ કોર્ટમાં રાજ્યની સરકારે એક એફિડેવિટ કર્યું છે. નામદાર સુપ્રીમ કોર્ટ જે આદેશ કરે એ પ્રમાણે રાજ્યની સરકાર આદેશનું પાલન કરશે. જનતાને જેટલો પણ લાભ મળે એટલો આપીશું. 3 લાખ નીકળે, ચાર લાખ નીકળે, બે લાખ નીકળ, અઢી લાખ નીકળે, એનો ક્રાઇટ એરિયા નક્કી થાય એ પ્રમાણે રાજ્ય સરકાર આપશે.
તેમણે કહ્યું કે, ગુજરાત ની જનતા કોંગ્રેસને પસંદ કરતી નથી. ગુજરાતને બદનામ કરવાના કાર્યક્રમ કોંગ્રેસ કરે છે. માત્ર ગુજરાત જ બદનામ કરવા માટે આ એજન્ડા છે. કોંગ્રેસ કહે છે 3 લાખ લોકો કોરોના કારણે મૃત્યુ થયા છે. ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે. મહારાષ્ટ્રમાં 14 હજાર કરતા વધુ મૃત્યુ થયા છે. દિલ્હીમાં 25 હજાર કરતા વધુ મૃત્યુ થયા છે. ગુજરાતમાં 10,088 લોકોના મૃત્યુ થયા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોના આંકડાઓ જાહેર કરવા જોઈએ. કોરોના સમય દરમિયાન મૃત્યુ અને કોરોના ના કારણે મૃતય બંનેમાં તફાવત છે. કોરોના દરમિયાન મૃત્યુ પામેલ અને જેમને સર્ટિફિકેટ આપ્યા છે તેનો આંકડો 10088 છે. કોરોના સમય દરમિયાન જે મૃત્યુ થયા છે જે અલગ કારણો હોય શકે.