Gujarat Child Heart Disease: રાજ્યમાં હાર્ટની બિમારીના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, હાલમાં જ રજૂ થયેલા બજેટમાં પણ ગુજરાત સરકારે આ વાતનો ઉલ્લેખ કરીને તમામ માહિતી આપી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પુખ્ત વયના અને વૃદ્ધોની સાથે સાથે હવે બાળકોમાં પણ હ્રદયને લગતી બિમારીઓ સામે આવી રહી છે. રાજ્યમાં એક જ વર્ષમાં બાળકોમાં હ્રદયને લગતા રોગોની સંખ્યામાં 59 ટકાનો વધારો થયો છે. આ આંકડા ખુદ સરકારે જાહેર કર્યા છે.
રાજ્યમાં બાળકોમાં હવે ધીમે ધીમે હ્રદયને લગતા રોગો વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં આ આંકડો ખુબ વધ્યો છે, એક જ વર્ષમાં બાળકોમાં હૃદયના રોગની સંખ્યામાં 59 ટકાનો વધારો નોંધાયો છે. આ વતાનો બજેટ સાથે રજૂ કરાયેલા શાળા આરોગ્ય ચકાસણીના અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે.
રાજ્ય સરકારના બજેટની સાથે વિવિધ કામગીરીનો અહેવાલ જાહેર કરાયો હતો. તેમાં આ વર્ષે રાજ્યમાં હૃદય રોગના બાળદર્દીની સંખ્યામાં 58.63 ટકાનો વધારો એક જ વર્ષમાં થયો હોવાનો ઉલ્લેખ છે. બજેટ સાથે શાળા આરોગ્ય ચકાસણીના તેમજ સોશિયલ ઈકોનોમીના રિપોર્ટ જાહેર કરાતા હોય છે. આ વર્ષે રાજ્યની સ્કૂલોમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન હૃદયના રોગ ધરાવતા બાળકોની સંખ્યા 3347 હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગત વર્ષે આ સંખ્યા 2110 હતી. આમ એક વર્ષમાં 58.63 ટકાનો વધારો નોંધાયો છે.
ગત વર્ષે 2110 બાળકને હૃદય રોગ અને બિમારીઓ હતી, 2022-23માં હ્રદય રોગના બાળદર્દી 2110 હતા, 2023-24માં આ આંકડો વધીને 3347 થતાં કેસમાં લગભગ 59 ટકાનો વધારો થયો છે.
અતિ ગંભીર રોગગ્રસ્ત બાળકો -
રોગ 2023-24 2022-23 વધારો
હ્રદય 3347 2110 1237
કિડની 1022 724 298
કેન્સર 754 334 420
કુલ 5123 3171 1952