ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ સામે આવેલી માહિતી મુજબ કોંગ્રેસના 178 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. આ સહિત 1340 ઉમેદવારોનો પ્રચાર ખર્ચ પણ માથે પડ્યો છે. ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 53.08 ટકા રહ્યો છે. આ વખતે ભારતીય સામ્યવાદી પક્ષને શૂન્ય ટકા મત મળ્યા છે.
માત્ર 55 બેઠકો જીતી શકેલી કોંગ્રેસોનો જનાધારા 41.57 ટકાથી ઘટીને 26.86 ટકા થઈ ગયો છે. આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમની 13.98 ટકા મત સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જોકે આ વખતે અપક્ષને ઓછા મત મળ્યા છે. 2015માં અપક્ષને 3.47 ટકા મત મળ્યા હતા, જે આ વખતે ઘટીને 1.48 ટકા થયા છે.
રાશિફળ 25 ફેબ્રુઆરીઃ આજે ગુરુ અને શનિ છે મકર રાશિમાં, આ 6 રાશિના જાતકો પર છે સંકટ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ