તો આ તરફ પાકિસ્તાનની સીમા પર આવેલા ગુજરાતના ત્રણ જિલ્લાઓ કચ્છ પાટણ અને બનાસકાંઠામાં પણ અલર્ટ જારી કરાયું છે. આ ત્રણ જિલ્લાઓના ગામો આમ તો પાકિસ્તાન સીમાથી 25 કિમી દૂર આવેલા છે.. તેથી તેને ખાલી કરાવવાનો સવાલ ઉઠતો નથી. તેમ છતાં ગુજરાતમાં સીમા પર સુરક્ષા વધુ કડક કરાઈ છે. અહીં BSF અને જિલ્લા પોલીસ વડાને સતર્ક રહેવાનું કહેવાયું છે. તો માછીમારોને પણ પાછા બોલાવાયા છે. ફિશિંગ ઝોનમાં માછીમારી કરવા ન જવાનું કહેવાયું છે.
પાકિસ્તાનની સીમા પાસેના વિસ્તારોને ખાલી તો કરાવાઈ રહ્યા છે. આ ઉપરાંત સીમા પાસેના વિસ્તારોમાં આવેલી હૉસ્પિટલોને ઈમરજંસી સેવા માટે તૈયાર રહેવાનું કહેવાયું છે. આગામી આદેશ સુધી દરેક પોલીસકર્મીઓ, ડૉક્ટરો અને નર્સોની રજા રદ્ કરી દેવાઈ છે. સાથે જ સ્કૂલોને પણ બંધ રાખવાનો આદેશ જારી કરી દેવાયો છે.
POKમાં ઘૂસી ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાન ધૂંઆપૂઆ છે. નાપાક પાકની સંભવિત પ્રતિક્રિયાથી નિપટવા માટે ભારતે તમામ તૈયારીઓ કરી લીધી છે. જે હેઠળ સરહદ પરના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. 10 કિલોમીટર અંદર સુધીના વિસ્તારોને ખાલી કરાવવાનો નિર્દેશ આપી દેવાયો છે. જમ્મુ-કશ્મીરના નૌશેરા પાસેના ગામોમાંથી લોકોએ સ્થળાંતર શરૂ કરી દીધુ છે. તો સીમા પર BSFની વધારાની ફૉર્સ મોકલાવામાં આવી રહી છે. આ દરમિયાન વાઘા બૉર્ડર પર BSFએ બીટિંગ રિટ્રીટ પરેડ પણ રદ્ કરી દીધી છે. અને લોકોને પંજાબની અટારી બોર્ડર પર ન જવાની સલાહ અપાઈ છે.