આજે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ વોટિંગ કરવા ગયા ત્યારે ઇ વી એમ ખોટકાયું હતું. નવસારી-વિજલપોર નગરપાલિકા 12 નંબર વોર્ડ માં ઇવીએમ માં ખામી સર્જાઈ હતી. અત્યાર સુધીમાં નવસારીની ગણદેવી નગરપાલિકામાં 12 ટકા, વિજલપોર નગરપાલિકામાં 13 ટકા મતદાન નોંધાયું છે.
પ્રથમ ત્રણ કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી નગરપાલિકામાં 10 ટકા, સાવરકુંડલા નગરપાલિકામાં 13 ટકા, ધોળકા નગરપાલિકામાં 11 ટકા, વિરમગામ નગરપાલિકામાં 12 ટકા, આણંદ નગરપાલિકામાં 10 ટકા, ડીસા નગરપાલિકામાં 12 ટકા, ભરૂચ નગરપાલિકામાં 10 ટકા, અંકલેશ્વર નગરપાલિકામાં 12 ટકા, મહુવા નગરપાલિકામાં 11 ટકા, દહેગામ નગરપાલિકામાં 11 ટકા, કેશોદ નગરપાલિકામાં 12 ટકા, ખંભાળિયા નગરપાલિકામાં 11 ટકા મતદાન, નવસારીની ગણદેવી નગરપાલિકામાં 12 ટકા, વિજલપોર નગરપાલિકામાં 13 ટકા, ઉંઝા નગરપાલિકામાં 11 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાતના કયા સાંસદ 95 વર્ષના માતાને વ્હીલચેરમાં બેસાડીને મતદાન કરવા લઈ ગયા ? જાણો વિગત
Gujarat Panchayat Election 2021: બોટાદના વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને શું કરી અપીલ? જાણો વિગત