Gujarat Panchayat Election 2021 : જિલ્લા પંચાયતમાં 62.55 ટકા, તાલુકા પંચાયતમાં 63.52 ટકા અને નગરપાલિકામાં 55.10 ટકા મતદાન

Gujarat Panchayat Election 2021 Updates: રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે મતદાન થયું હતું. જિલ્લા પંચાયતમાં 62.55 ટકા, તાલુકા પંચાયતમાં 63.52 ટકા અને નગરપાલિકામાં 55.10 ટકા મતદાન 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.

abpasmita.in Last Updated: 28 Feb 2021 08:07 PM
જિલ્લા પંચાયતમાં 62.55 ટકા મતદાન, નગરપાલિકામાં 55.10 ટકા અને તાલુકા પંચાયતમાં 63.52 ટકા મતદાન થયું.
નર્મદા જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 75.64 ટકા મતદાન થયું છે. અમરેલી જિલ્લા પંચાયતમાં સૌથી ઓછું 53.76 ટકા મતદાન થયું છે.

પાટણના વોર્ડ નંબર 7 ના બુથમાં મતદારો પહોંચ્યા તે પહેલા જ થઇ ગયું મતદાન. વોર્ડ નંબર 7 ના માતા ,પુત્ર ચૂંટણી કાર્ડ લઈને મતદાન કરવા ગયા તે પહેલા જ મતદાન થઈ ગયું હતું. મતદાન કર્યા વગર માતા ,પુત્ર પરત ફર્યા હતા અને બોગસ મતદાન થયું હોવાની ફરિયાદ કરી છે. મતદાનકેન્દ્ર રહેલ અધિકારીઓએ દોષનો ટોપલો એજન્ટો પર ઢોળ્યો છે.
નગરપાલિકામાં 53.7, જિલ્લા પંચાયતમાં 60.44 અને તાલુકા પંચાયતમાં 61.83 મતદાન થયું છે.

અંકલેશ્વરના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર કેતન પણવાલાએ પીપીઇ કીટ પહેરી મતદાન કર્યું હતું.

નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જીભાજોડી થઈ હતી, મતદાન મથકમાં પ્રવેશને લઈને જીભાજોડી થતા પોલીસે મામલો સંભાળ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સમજાવટથી મામલો થાળે પાડ્યો છે. 2 લોકોની પોલીસે અટકાયત કરી છે.
રાજ્યમાં 5.30 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતમાં સરેરાશ 53.05 ટકા મતદાન થયું છે, જ્યારે તાલુકા પંચાયતમાં સરેરાશ 55.76 ટકા મતદાન થયું છે. નગરપાલિકામાં અત્યાર સુધીમાં સરેરાશ 50.31 ટકા મતદાન થયું છે.
જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે મતદાન. અમદાવાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે સનાથલ ગામમાં થયું મહત્તમ મતદાન. સાંજે 5 વાગ્યા સુધીમાં 75 ટકા જેટલું મતદાન.

રાજકોટના ગોંડલમાં જાનૈયાઓએ મતદાન કર્યું છે. એકસાથે 30 થી પણ વધુ જાનૈયાઓએ મતદાન કર્યું છે. સવારમાં દુલ્હનએ બીલયાળા ખાતે મતદાન કર્યું હતું, લગ્નના બંધનમાં બંધાયા બાદ જાન પરત ગોંડલ ફરી હતી. જાન ઘરે જતા પહેલા વરરાજા તેમજ એકીસાથે 30 થી વધુ લોકોએ મતદાન કરી પોતાની સામાજીક ફરજ નિભાવી.

મહેસાણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધી 55.38% મતદાન. સૌથી વધારે કડી તાલુકામાં 59.51% મતદાન.
સુરતના કામરેજના રૂંઢવાડા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સવારથી એક પણ મત નથી પડ્યો ઇવીએમમાં. વિકાસના કામોના અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો છે.
ગુજરાતમાં સવારથી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભરુચના હિંગલ્લા ખાતે EVM હેકિંગના આક્ષેપ સાથે AIMIM ઉમેદવાર નઝીર વલી તકરાર કરી હતી. આ તકરાર પછી પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

વિરમગામમાં મારમારીનો બનાવ સામે આવ્યો છે. એમ જે હાઈસ્કૂલના મતદાન મથક પાસે મારમારીનો બનાવ બન્યો છે. બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. પોલીસે દરમિયાનગીરી કરતા બંને જૂથો મતદાન મથકથી દૂર થયા.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદાર મત વિસ્તારોમાં જંગી મતદાન
દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EVM તોડવાની ઘટના બની છે. ધોડીયા મુખ્ય પ્રાથમિક શાળામા આ ઘટના બની છે. બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. 2 થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. બે EVMમાં તોડફોડ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતમાં 46 ટકા, તાલુકા પંચાયતમાં સરેરાશ 49 ટકા મતદાન
રાજ્યની નગરપાલિકામાં બપોરે 2 વાગ્યા સુધીમાં 31.07 ટકા, જિલ્લા પંચાયતમાં 34 ટકા અને તાલુકા પંચાયતમાં 33.86 ટકા મતદાન થયું છે.
અમરેલી: સાવરકુંડલામાં બપોરના સમયે પણ મતદારોમાં ઉત્સાહ, સરેરાશ સાવરકુંડલા નપાનુ ૩૮ ટકા જેટલું મતદાન
અમદાવાદ જિલ્લાના નિધરાડ ગામે મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ, ભરબપોરે મતદારોએ લગાવી લાંબી કતાર
રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 27 ટકા મતદાન થયું છે. ડાંગ જિલ્લા પંચાયતમાં 35.44 ટકા, ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 26.61 ટકા, મોરબી જિલ્લા પંચાયતમાં 26.45 ટકા, ગીર સોમનાથ જિલ્લા પંચાયત માટે 25.06 ટકા, નવસારી જિલ્લા પંચાયત માટે 24.41 ટકા મતદાન થયું છે.
પોરબંદર: કોંગ્રેસના નેતા અર્જુનભાઇ મોઢવાડીયાએ પોતાના વતન મોઢવાડા ખાતે મતદાન કર્યું
અમરેલીના માળીલા ખાતે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ પત્ની સાથે વોટિંગ કર્યુ
અમરેલીના માળીલા ખાતે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ પત્ની સાથે વોટિંગ કર્યુ
ભાવનગર જિલ્લા પંચાયતમાં અત્યાર સુધીમાં 28.35 ટકા મતદાન નોંધાયું
તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું છે. પાલીતાણા નગરપાલિકામાં 23 ટકા, દ્વારકાની જામરાવલ નગરપાલિકામાં 23 ટકા, રાજકોટની ગોંડલ નગરપાલિકામાં 23 ટકા, સુરતની તરસાડી નગરપાલિકામાં 24 ટકા મતદાન થયું છે.
તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું છે. પાલીતાણા નગરપાલિકામાં 23 ટકા, દ્વારકાની જામરાવલ નગરપાલિકામાં 23 ટકા, રાજકોટની ગોંડલ નગરપાલિકામાં 23 ટકા, સુરતની તરસાડી નગરપાલિકામાં 24 ટકા મતદાન થયું છે.
વડોદરા: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વોડ નંબર 3ના બુથ નંબર 1માં પત્ની અને તેમના ભાભી સાથે કર્યું મતદાન
લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર અને તેમના પુત્રી જેનીબેન ઠુંમરે કુકાવાવ તાલુકાના વાવડી ગામે પહોંચીને મતદાન કરી કોંગ્રેસના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
પરેશ ધાનાણી થેલી અને ગેસનો બાટલો લઈ મતદાન કેન્દ્ર પર પહોંચતા ચર્ચાનું કેન્દ્ર બન્યા
વલસાડના કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ કપરાડા તાલુકાના કાકડ કોપર ગામમાં પ્રાથમિક શાળામાં કર્યું મતદાન
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ દેડરડા ખાતે કર્યું મતદાન.
તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં11 વાગ્યા સુધીમાં સરેરાશ 17 ટકા મતદાન થયું છે.
જયેશ રાદડિયાએ તમામ બેઠકો ઉપર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી કહ્યું, ગુજરાતમાં સુરત સિવાય આમ આદમી પાર્ટી કોઈ જગ્યા ખાતું નહીં ખોલી શકે.
વ્યારા ખાતે માજી કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ડો.તુષાર ચૌધરીએ દક્ષિણપથ વિદ્યાલય ખાતે મતદાન કર્યું
પાટણના ખારી ઘારીયાલ ગામે પરણવા જતા વરરાજા પટેલ લક્ષ્મીચંદ ભરતભાઈએ કર્યું મતદાન.
ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 7ના મતદાન મથકે કર્યું મતદાન
સાબરકાંઠાના સાંસદ સભ્ય દિપસિંહ રાઠોડે પ્રાંતિજના ભાગપુર ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો
મહેસાણા લોકસભાના સાંસદ શારદાબેન પટેલ કર્યુ મતદાન
પ્રથમ ત્રણ કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી નગરપાલિકામાં 10 ટકા, સાવરકુંડલા નગરપાલિકામાં 13 ટકા, ધોળકા નગરપાલિકામાં 11 ટકા, વિરમગામ નગરપાલિકામાં 12 ટકા, આણંદ નગરપાલિકામાં 10 ટકા, ડીસા નગરપાલિકામાં 12 ટકા, ભરૂચ નગરપાલિકામાં 10 ટકા, અંકલેશ્વર નગરપાલિકામાં 12 ટકા, મહુવા નગરપાલિકામાં 11 ટકા, દહેગામ નગરપાલિકામાં 11 ટકા, કેશોદ નગરપાલિકામાં 12 ટકા, ખંભાળિયા નગરપાલિકામાં 11 ટકા મતદાન, નવસારીની ગણદેવી નગરપાલિકામાં 12 ટકા, વિજલપોર નગરપાલિકામાં 13 ટકા, ઉંઝા નગરપાલિકામાં 11 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વતન વડનગરમાં કર્યું મતદાન
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વતન વડનગરમાં કર્યું મતદાન
હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ મતદાન કર્યું
અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ વતન ચરખડિયામાં પત્ની સાથે કર્યુ વોટિંગ
પ્રથમ બે કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 10 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી નગરપાલિકામાં 8 ટકા, સાવરકુંડલા નગરપાલિકામાં 11 ટકા, ધોળકા નગરપાલિકામાં 9 ટકા, વિરમગામ નગરપાલિકામાં 10 ટકા, આણંદ નગરપાલિકામાં 8 ટકા, ડીસા નગરપાલિકામાં 10 ટકા, ભરૂચ નગરપાલિકામાં 8 ટકા, અંકલેશ્વર નગરપાલિકામાં 10 ટકા, મહુવા નગરપાલિકામાં 9 ટકા, દહેગામ નગરપાલિકામાં 10 ટકા, કેશોદ નગરપાલિકામાં 9 ટકા, ખંભાળિયા નગરપાલિકામાં 9 ટકા મતદાન નોંધાયું છે.
સુરતના કામરેજમાં પ્રભુતામાં પગલાં માંડતા પહેલા બે બહેનોએ મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી
પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કે.બી તાજાવાલા સ્કૂલ ખાતે સજોડે મતદાન કર્યું
આદિજાતિ આયોગના પૂર્વ ડિરેક્ટર હર્ષદ વસાવાએ પોતાના ગામ સુંદરપુરા ખાતે મતદાન કર્યું
રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે મહેસાણાની નાગલપુર કોલેજના સાયન્સ બિલ્ડિંગમાં પત્ની સાથે વોટિંગ કર્યુ

કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડાના વાડી ગામ ખાતે મતદાન કર્યું
બોટાદઃ ઉગામેડી ગામના વરરાજાએ કર્યુ મતદાન. વરરાજાએ તમામ લોકોએ મતદાન કરવુ જોઈએ તેવી અપીલ કરી.
રાજકોટ:કુંવરજીભાઈ બાવળિયાએ વિછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર બેમાં પરિવાર સાથે મતદાન કર્યું
કચ્છમાં રાજયમંત્રી વાસણ આહીરે રતનાલ ગામે સહપરિવાર મતદાન કર્યું
રાજ્ય મંત્રી બચુ ખાબડે ધાનપુર તાલુકા પંચાયત માટે પીપેરો મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન કર્યું
રાજ્ય મંત્રી બચુ ખાબડે ધાનપુર તાલુકા પંચાયત માટે પીપેરો મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન કર્યું
વલસાડ: રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે પોતાના ગામ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડામાં મતદાન કર્યું
અમરેલીઃ કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પોતાના ૯૫ વર્ષના માતા અને પત્નિ સાથે ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ
સાવલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે મોટી ભાડોલ ખાતે તેમજ રૂપન કુઇ બુથ નંબર બે ના ઈ વી એમ માં ટેકનિકલ ખામી સર્જાઈ
કેશોદ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 1માં પાર્થ પ્રાઇમરી સ્કૂલમાં પૂર્વ પ્રમુખ લાભુબેન પીપળિયાએ મતદાન કર્યુ
વડોદરાના શિનોર તાલુકામાં વોટિંગ ચાલું થતા પહેલા કેટલાક બુથો પર EVM માસીનો મા નાના મોટા ટેક્નિકલ ઇસ્યુ સામે આવ્યા
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 5 નગર પાલિકાઓ મતદાન થઈ રહ્યું છે. તાલુકા-જિલ્લા પંચાયતના 1139 મતદાન મથકો અને પાલિકાના 224 મતદાન મથકો પરથી મતદાન થઈ રહ્યું છે.
પાટણ તાલુકાના બાલીસણા ગામે બુથ નંબર 8માં વરરાજા સંજયજી પ્રધાનજી ઠાકોરે પરણવા જતાં પહેલા મતદાન કર્યું

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદ: રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.

અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 લાખ 15 હજાર 511 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જયારે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧ લાખ ૩૮ હજાર ૨૭૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

રાજકોટ જિલ્લાના 1 હજાર 146 મતદાન બુથ પૈકી 396 કેંદ્રને સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો, જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાનમાં છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.