ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 159 પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ તમામ 159 પીએસઆઇને પ્રમોશન આપવામાં આવ્યા છે પરંતુ તેમની બદલી કરવામાં આવી નથી. રાજ્યના DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો છે. બિનહથિયારી વર્ગ-3ના પીએસઆઇને બિનહથિયારી વર્ગ-2ના પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.



રાજ્યમાં 159 પીએસઆઈને પીઆઈનું પ્રમોશન, પરીક્ષા વગર અપાઇ બઢતી








હાલના ફરજના સ્થળએ યથાવત રાખી પ્રમોશન આપવામાં આવ્યું છે. પરીક્ષા વિના બઢતીથી પીએસઆઇ વર્ગમાં ખુશી જોવા મળી હતી. નોંધનીય છે કે અગાઉ પણ 234 PSIને પીઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતુ.






સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા આન્સર કી વિવાદ અંગે મોટા સમાચાર આવ્યા છે. પરીક્ષા આન્સર કી વિવાદમાં હજુ કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. પ્રોવિઝનલ આન્સર કીમાં ગડબડીની રજૂઆત બાદ પણ પગલા લેવાયા નથી. 50 હજારથી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.


ગુજરાત પોલીસ PSI શારીરિક કસોટીનું પરિણામ જાહેર


ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 11,000થી વધુ PSI અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના ભાગરૂપે, બિન-હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સંવર્ગ માટે 8 જાન્યુઆરી, 2025 થી શારીરિક કસોટી લેવામાં આવી હતી. આ કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોની યાદી પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.


રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. જે ઉમેદવારોએ આ કસોટી આપી છે, તેઓ પરિણામ જોવા માટે પોલીસ વિભાગની સત્તાવાર વેબસાઇટ lrdgujarat2021.in પર ક્લિક કરીને વિગતવાર માહિતી મેળવી શકે છે.પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ભૂલથી જો કોઈ ગેરલાયક ઉમેદવારને લાયક ઠેરવવામાં આવે તો પણ, કોઈપણ તબક્કે તેમની ઉમેદવારી રદબાતલ ગણાશે. આ નિર્ણય તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે, અને આ ભરતી પ્રક્રિયા સરકાર તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશોને આધીન રહેશે.


શારીરિક કસોટી પ્રક્રિયામાં દોડ કસોટી અને શારીરિક માપદંડ કસોટી માટે મળેલી અરજીઓની તારીખ 15 ફેબ્રુઆરી, 2025 સુધીમાં RFID ટેક્નોલોજી અને CCTV કેમેરાના ફૂટેજ દ્વારા ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.