Banaskantha Rain: હાલમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે જેમાં ગુજરાત પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે.




હકિકતમાં રાજસ્થાનના બિકાનેરનો એક પરિવાર મલાણા ડીપની અંદર ફસાઈ જતા પાલનપુર તાલુકા પોલીસ દ્વારા બાળકોને ઉતારી તેમની ગાડીને બહાર નીકળાવામાં મદદ કરી હતી. પોલિસ કર્મચારીઓ દ્વારા ચાલુ વરસાદે મદદ કરી ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.પાલનપુર મલાણા પાટિયા નજીક નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઇવે બંને સાઈડથી બંધ થયો છે. રાજસ્થાનથી પાલનપુર તરફ આવતા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. નેશનલ હાઇવે પર કેડ સમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે. મીની તળાવ જેવા દ્રશ્યો હાલ આ હાઇવે ઉપર જોવા મળી રહ્યા છે.



બનાસકાંઠામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ


બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે,ખાસ કરીને ઉતર ગુજરાતમાં પવન સાથે વરસાદ વરસતાં અને મકાનાનો છાપરા ઉડ્યા છે તો વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. પાલનપુરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અહીં ભારે વરસાદના કારણે પાલનપુર હાઈવે પર દુકાનોમાં પાણી પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદ થી ગઠામણ પાટિયા વિસ્તાર ની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી છે. પાલનપુર થી ગઠામણ પાટિયા ને જોડતા માર્ગ પણ પાણી પાણી થઇ ગયો છે.  સતત ભારે વરસાદની અને ભારે પવનની જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી છે.આટલું જ નહી ભારે વરસાદે વાહનચાલકોની મુશ્કેલી પણ વઘારી છે. 15 થી વધુ ગામડાઓ ને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.



બનાસકાંઠામાં વરસાદ બન્યો વેરી, શોપિંગ કોમ્પલેક્સના પાર્કિગ થયા જળમગ્ન





બનાસકાંઠામાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોની મુશ્કેેલીમાં વઘાારો થયો છે. ભારે પવન સાથે વરસાદ પડતાં વીજપોલ અને વૃક્ષોને મોટા પાયે નુકસાન થયું છે પરિણામ સ્વરૂપ વીજપુરવઠો પણ મોટા ભાગના વિસ્તારમાં ખોરવાયો છે.ધાનેરાના મોટા ભાગના બજારોમાં પાણી  ભરાયા છે.  શોપિંગ કોમ્પ્લેક્સોના પાર્કિંગમાં પાણી ભરાતા વેપારી અને ગ્રાહકોની હાલાકી વધી છે. ધાનેરાના હાઈવે પર પણ ઢીંચણ સમા પાણી જોવા મળી રહ્યાં છે. ધાનેરા APMC વિસ્તાર પણ જળમગ્ન છે.