ગાંધીનગરઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે આગાહી કરી હતી કે 'શનિવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના મતે 10 અને 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે.


સૌરાષ્ટ્રના અમરેલી.. ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


Gandhinagar: પોલીસ સ્પેશિયલ એલાઉન્સ એફિડેવિટ મુદ્દે જીતુ વાઘાણીએ આપ્યા આ સંકેત


ગાંધીનગરઃ પબ્લિક સિક્યૂરિટી અલાઉન્સમાં એફીડેવીટ કરવાના મામલે આજે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આ પહેલાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ સ્પેશિયલ એલાઉન્ટ એફિડેવિટ મુદ્દે માહિતી આપી હતી. 


જીતુ વાઘાણીએ શું કહ્યું?


રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, "પોલીસ કર્મચારીઓને એફિડેવીટ કરાવા મામલે સરકાર સકારાત્મક રીતે વિચારી રહી છે. આજે રિવ્યુ મિટીંગ બાદ નિર્ણય લેવામાં આવશે. કર્મચારીઓને કોઈ તકલીફ ના પડે તેવો નિર્ણય લેવામાં આવશે. આજે આ અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. સરકાર તમામ વિભાગો માટે સકારાત્મક નિર્ણય લેવા માટે તૈયાર છે."


ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓના પગારમાં કરેલા વધારા બાદ પોલીસ કર્મચારીઓ પાસે એફિડેવીટ કરાવા માટે આદેશ કરાયા હતા. જો કે, સરકારના આ નિર્ણયનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થયો હતો. ત્યારે હવે રાજ્ય સરકાર પોલીસ કર્મચારીઓ પાસે એફિડેવીટ કરાવા અંગે ફરીથી રિવ્યુ મિટીંગ કરી રહી છે.


સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઇવે પર સર્જાયો ભયાનક અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે જ મોત


Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જાણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?


Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના AAPના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ ?