ગાંધીનગરઃ પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉંડની શરુઆત થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 3 ઈંચ, દ્વારકાના ખંભાળિયા, ખેડાના નડિયાદ અને વલસાડના ધરમપુરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હજુ સુધી 35 ઈંચ સાથે સિઝનનો 104 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઇ શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ અમરેલીમાં લિલિયામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો 105 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
Lumpy Virus Cases: લમ્પી વાયરસથી દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનાં મોત
Lumpy Virus: લમ્પી વાયરસે દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનો ભોગ લીધો છે. રાજધાની દિલ્હીમાં પણ આ વાયરસના ચેપના 173 કેસ નોંધાયા છે. અત્યાર સુધી તે 12 રાજ્યોમાં ફેલાયો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, હવે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે આ રોગ 16 રાજ્યોમાં દસ્તક આપી રહ્યો છે. લમ્પી વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રાજસ્થાન છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પશુઓના શબને દફનાવવાની જગ્યા ઓછી પડી રહી છે.
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રોગનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવા માટે દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા અધિકારીઓ રાજ્યના અધિકારીઓ સાથે પરામર્શ કરી રહ્યા છે. તમામ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રસીના ઉત્પાદનને વધારવાના પ્રયાસો અંગે તેના ઉત્પાદક સાથે વાતચીત કરવામાં આવી છે. રૂપાલાએ કહ્યું કે તેઓ રાજસ્થાનની સ્થિતિ જાણવા ત્યાં પણ ગયા હતા અને રાજ્ય સરકારને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.