ગાંધીનગર: રાજ્યમાં ફરી માવઠું પડી શકે છે આ આગાહી હવામાન વિભાગે કરી છે. ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં 5થી 8 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડશે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ખેડૂતોને જણસ પલળી ન જાય તે માટે સાવચેતી રાખવા માટે જણાવાયું છે. રાજ્યમાં માવઠા વચ્ચે 7 જાન્યુઆરી બાદ 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. આમ કમોસમી વરસાદ બાદ આકરી ઠંડીનો ચમકારો અનુભવાશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, તો લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો છે.
હવામાન વિભાગના મતે રાજ્યમાં 5થી 8 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડશે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 8ની સ્કૂલો બંધ
મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 8ની સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. કોરોના સંક્રમણ વધતાં ધોરણ 1થી 8ની સ્કૂલો 31 જાન્યુઆરી સુધી બંદ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં સ્કૂલ, કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ગઈ કાલે મહારાષ્ટ્રમાં કોરોનાના 11,800 કેસો નોંધાયા હતા. જેમાંથી 8 હજાર કેસ તો ફક્ત મુંબઈના જ હતા.
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. ગુજરાતના પાડોશી રાજ્યમાં સતત કોરોનાના કેસો વધતા સરકાર ડરી ગઇ છે અને કૉવિડ ગાઇડલાઇનુ કડક પાલન કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. રવિવારે કોરોના અહીં આઉટ ઓફ કન્ટ્રૉલ થતો જોવા મળ્યો, અહીં એક દિવસમાં 11 હજાર 877 નવા કેસો સામે આવ્યા છે, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસો છે. જોકે, અગાઉ એક દિવસમાં 2 હજાર 707થી વધુ કેસો સામે આવ્યા હતા. પરંતુ આ વખતે આ રેશિયો ખુબ મોટો છે.