Gujarat Weather Live Updates: હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં આવ્યો પલટો

Weather Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 Mar 2023 04:49 PM

બ્રેકગ્રાઉન્ડ

Weather Updates: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને  દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ,...More

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો. સાવરકુંડલા પંથકના ભોંકરવા, વિજપડી, ભમર, ખડસલી, છાપરી, આંબરડી સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. કમોસમી વરસાદ વરસતા ફરી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.