Gujarat Weather Updates: રાજ્યમાં ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 4,5,6 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. પવનોનો દિશા બદલાતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા,નવસારી, કચ્છ,ભાવનગર, પોરબંદર, જૂનાગઢ ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી છે.
ગીર સોમનાથમાં હિટવેવની આગાહી
આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાન વધશે. આ દરમિયાન 3 થી 5 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે, તો ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઇ છે.
આ વખતે દેશભરમાં આકરી ગરમી પડી શકે છે
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે અલ-નિનોની અસરને પગલે આ વખતે દેશભરમાં આકરી ગરમી પડી શકે છે. મહારાષ્ટ્રમાંથી વિદર્ભ, પૂર્વ ઓડિશા, ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણમાંથી તેલંગાણામાં આ વખતે રેકોર્ડ ગરમી પડી શકે છે. આ પૈકીના મોટાભાગના સ્થળોએ માર્ચના મોટાભાગના દિવસોમાં જ 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે. ભૂજમાં ફેબ્રુઆરીમાં જ તાપમાન 40ને પાર થઇ ચૂક્યું છે અને તેવું જવલ્લે જ જોવા મળતું હોય છે. હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. સિમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર આ ઘટના બની છે. BMW કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાની આશંકા છે. રોડ પર ચાલી રહેલા રાહદારી કપલને કાર ચાલકે અડફેટે લીધા હતા. BMW કાર ચાલક ઘટના સ્થળ પરથી દોઢ કિલોમીટર આગળ ગાડી મૂકીને નાસી ગયો હતો. ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
રાજકોટમાં રોડ ક્રોસ કરતાં વિદ્યાર્થીને કાર ચાલકે ઉડાવ્યો
રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4 ના વિદ્યાર્થી કારચાલકે હડફેટે લેતા મોત થયું છે. અકસ્માતમાં જયેશ ઉર્ફે ચીકી ગોહેલ નામના બાળકનું મોત થયું છે. બાળકને અડફેટે લઈ કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો. કુવાડવાના મધરવાડા રોડ પર આ ઘટના બની હતી.કાર નંબર GJ3HR 5584 નંબર ના આધારે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.