Rain Forecast:રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદે તબાહી સર્જી છે.


હવામાન નિષ્ણાત અંબાલાલે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો જોર યથાવત રહેશે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે,ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ 24 તારીખ સુધી વરસાદનું જોર  થાવત રહેશે. 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે..

હવામાન નિષ્ણાત આંબાલાલના અનુમાન મુજબ વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં  વધારો થશે. 4 ઓગસ્ટ થી અરબ સાગરમાં ડીપ ડીપ્રેસનો સર્જાશે, જેના પગલે ફરી  ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરશશે.ઓગસ્ટના મધ્ય સુધી રાજ્યમાં વરસાદ વિરામ લે તેવા સંકેતો નહિવત છે.                 


રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ જોરદાર વરસાદ વરસી રહ્યો  થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. આ દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો પાલીતાણા શેત્રુંજી ડેમ છલક સપાટી પર પહોંચ્યો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 33 ફૂટે પહોંચી છે હાલ ડેમમાં 29 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ છે. શેત્રુંજી ડેમ 90% થી વધુ ભરાઈ જતા 17 જેટલા ગામો માટે હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. પાલીતાણાના નાની રાજસ્થળી, લાપાળીયા, માયધાર અને મેઢા ગામને જાણ કરવામાં આવી છે. જ્યારે તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવાની કડક સુચના આપવામાં આવી છે. શેત્રુંજી ડેમ 34 ફૂટની સપાટીએ ઓવરફ્લો થાય છે.


આગામી 3 કલાકમાં ક્યાં પડશે વરસાદ


આગામી 3 કલાક દરમિયાન ગુજરાતમાં જામનગર, પોરબંદર અને દ્વારકાના જિલ્લાઓમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીનગર, અને ભાવનગરમાં હળવાથી મધ્યમ ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.