Cabinet meeting:ભાજપની પ્રદેશ કારોબારી બેઠક ના કારણે બપોરે 12 વાગે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં  મળશે કેબિનેટ બેઠક. આજે મળનાર કેબિનેટની બેઠકમાં નોનવેજની લારી અને ધોરણ 1થી5ના ક્લાસ શરૂ કરવા અંગે મંથન થઇ શકે છે.

Continues below advertisement


આ મુદ્દે ચર્ચા સંભવ


આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી રહી છે. બેઠકમાં કોરોનાના વધતાં જતાં કેસ સંદર્ભે અને વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરાશે. 1થી5 ધોરણના ઓફલાઇન વર્ગો શરૂ કરવા મુદ્દે વિચાર વિમર્શ થઇ શકે છે. ટેકાના ભાવે ચાલતી જણસની ખરીદી પર પણ સમીક્ષા થશે. ચોમાસામાં અતિવૃષ્ટીના કારણે થયેલા નુકસાનના બાકી રહેલા 8 જિલ્લાઓના વળતર સંદર્ભે સમીક્ષા થશે. ઉપરાંત મહાનગરમાં નોનવેજની લારી બાબતે લેવાયેલા નિર્ણયો સંદર્ભે પડેલા રાજકિય પ્રત્યાઘાતનોની પણ ચર્ચા થશે. ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે પણ સમીક્ષા કરાશે.


રાજકોટમાં ભાજપના સ્નેહ મિલનમાં મંચ પર બની આ ઘટના


ગઈ કાલે રાજકોટમાં ભાજપના સ્નેહ મિલનમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીનો તકરારનો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. હવે આ વીડિયો મુદ્દે ખૂદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, સ્ટેજ પર વિજયભાઈ રૂપાણી ગોવિંદ પટેલને ધમકાવતા હતા. પત્રિકામાં નામ છાપવાની બાબતે વિવાદ હતો. હું તેમને આ અંગે કહેવા ગયો તો તેમણે કહ્યું, હું ગોવિંદભાઈ સાથે વાત કરું છું. તમે બેસી જાવ. તેમણે કહ્યું કે, વિજયભાઈ તમે મુખ્યમંત્રી રહી ચૂક્યા છો. અત્યારે મીડિયા સામે છે અને કાર્યકરો પણ છે, ત્યારે જાહેરમાં આવું કરવું યોગ્ય નથી. 


રાજકોટમાં સોમવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય  રૂપાણી અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જો કે આ સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકામાં સત્તામાં બેઠેલા સિનિયરના નામો ભૂલાતાં વિવાદ થયો છે.


આ પણ વાંચો


IND vs NZ: આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ, રોહિત અને દ્વવિડ યુગમાં નવી શરૂઆત કરશે ટીમ ઇન્ડિયા


રૂપાણીએ સ્ટેજ પર જ ભાજપના કયા ધારાસભ્યને ધમકાવ્યા, મોકરિયા વચ્ચે પડ્યા તો તેમને પણ કહ્યું, તમે બેસી જાવ


રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં પડશે વરસાદ