બોટાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તીર્થધામ ગઢડા ખાતે રૂ.20 કરોડનાં ખર્ચે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે પ્રાસંગિક સંબોધન કરવાની સાથે સરકારી અધિકારીઓને તેમની કાર્યપ્રણાલીમાં સુધાર કરવાનું કહેતા કડક શબ્દોમાં ટકોર કરી હતી.


મનમાની કરતા સરકારી બાબુને મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, લોકોના નીતિ નિયમોની આડમાં હેરાન ન કરો કારણ કે તમામ લોકો નિતી નિયમ જાણતા હોતા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અરજદાર નીતિ નિયમો દર્શાવીને હેરાન કરો. તેમણે સરાકારી અધિકારીઓની કાર્ય નિષ્ઠા પર સવાલ કરતા કહ્યું કે, જે કામ પહેલા જ દિવસે ન થાય તે બે વર્ષ બાદ કેમ થઇ જાય? એ વિચારવું જોઇએ. ભૂપેન્દ્ર પટેલે નીતિ નિયમોની આંટીઘુંટીમાં જનતા પરેશાન ન થાય તેવી સરળ કાર્ય પદ્ધતિથી કામ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અધિકારી જનતાની મદદ કરવાના બદલે તેમને નિતી નિયમોનો હવાલો આપીને ડરાવવાનું કામ ન કરે. બોટાદમાં ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચન કર્યું કર્યું કે, જનતાને હેરાન પરેશાન કરીને ધક્કા ખવડાવવાની બદલે તેમની મદદ કરીને સરળ રસ્તો બતાવીને તેમને કામ પાર પાડવા જોઇએ.


ઉલ્લેખનિય છે કે, CM ભૂપેન્દ્ર પટેલે આજે ગઢડા ખાતે રૂ.20 કરોડનાં ખર્ચે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ,  ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભાઇ વાધેલા, વડતાલ મંદિરનાં પીઠાધીપતિ રાકેશપ્રસાદજી મહારાજ તેમજ ગોપીનાથજી મંદિરનાં સ્વામી હરીજીવનદાસજી મહારાજ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તથા પદાધિકારીઓ-અધિકારીઓ, સંતગણ પણ જોડાયો હતા. 


આ પણ વાંચો


વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત રિમાન્ડની સુનાવણી મોડી રાત સુધી ચાલી, જાણો શું છે મામલો


T20 World Cup 2021: આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ