વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત રિમાન્ડની સુનાવણી કોર્ટમાં મોડી રાત સુધી ચાલી હતી. ધર્માંતરણ પ્રકરણ અને આફમી હવાલા કૌભાંડના આરોપી સલાઉદ્દીન શેખ અને ગૌતમ ઉંમરને 7 દિવસના રિમાન્ડની મંજૂરી અપાઇ છે. જો કે વડોદરા SOG દ્વારા 14 દિવસના રિમાન્ડ  માંગણી કરાઇ હતી.



ઉલ્લેખનિય છે કે, રિમાન્ડ દરમ્યાન બંને આરોપીઓ ને વડોદરા બહાર તથા ગુજરાત બહાર તપાસ માટે લઇ જવામાં આવશે.મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ રાજસ્થાનમાં લઈ જઈને આ કેસ મુદ્દે તપાસ કરાશે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા.રાત્રે 9.30 વાગ્યા પછી રિમાન્ડ અરજી દાખલ કરવામાં આવી હતી.સલાઉદ્દીન શેખ અને ઉંમર ગૌતમના 14 દિવસના રિમાન્ડ ની માંગ કરાઈ હતી જ્યારે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. રિમાન્ડની સુનવાણી દરિયાન બચાવ પક્ષ ના વકીલો દ્વારા અંદાજે બે કલાક સુધી દલીલો કરવામાં આવી હતી.


કોર્ટમાં રાત્રે 11.50 સુધી દલીલો ચાલી હતી. બંને પક્ષો ની લંબાણપૂર્વક ની દલીલો બાદ કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.


શું છે સમગ્ર મામલો?


દેશભરમાં ધર્માતંરણ માટે કરોડોનું ફંડીંગ થઇ રહ્યું છે જે મામલે ઉત્તરપ્રદેશ પોલીસે ધર્માતરણ મામલે ઉમર ગાૈતમની ધરપકડ કરી હતી. ઉંમર ગોતમની પૂછપરથ દરમિયાન વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા કરોડોનું દાન અપાયું હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ આ ટ્રસ્ટના સલાઉદ્દીનની ધરપકડ કરી હતી.તપાસમાં સામે આવ્યું હતું કે,  સલાઉદ્દીન સીમીના ચાર કાર્યકરો સાથે સંપર્કો હોવાનું પણ સામે આવ્યું હતું.


આ પણ વાંચો


T20 World Cup 2021: આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ


Petrol Diesel Price Hike: દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજે કેટલો થયો વધારો


એશિયાના આ સમૃદ્ધ દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો મારતા ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 1000 લોકોના થયા મોત, જાણો વિગતે