મારે ઠાકરજી નથી થવું, કાળજા કેરો કટકો, જેવી અનેક અમર રચના ગુજરાતી સાહિત્યાને આપનાર જૂનાગઢના કવિ દાદનું સોમવારે સાંજે આઠ વાગ્યે  નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. કવિદાની નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકના લાગણી ફેલાઇ છે.


બાપુ ગઢવી એટલે કે કવિદાદનું સોમવારે સાંજે નિધન થતાં ગુજરાતી સાહિત્ય જગતમાં કદી ન પૂરાઇ તેવી ખોટ પડી છે. તેમના નિધનનના સમાચારથી ગુજરાતી સાહિત્ય જગતમાં મોતનું મોજું ફરી વળ્યું છે. કવિ દાદે 8 પુસ્તરો લખ્યા હતા તેમના રચેલા ગીતોનો ગુજરાતી ફિલ્મોમાં પણ ઉપયોગ થયો છે.


કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી જાય, મારે ઠાકોરજી નથી થવું જેવી અનેક રચનાઓ ગુજરાતી સાહિત્યમાં અમર થઇ ગઇ છે. દાદુ પ્રતાપ ગઢવીનો જન્મ વેરાવળ નજીક ઇશ્વરિયા ગામમાં થયો હતો. તેમની અવિસ્મરણીય રચના માટે તેમને મેઘાણી એવોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો. તેમની પસંદગી આ પદ્મશ્રી સન્માન માટે પણ થઇ હતી. તેમની જીવનની સૌથી  આશ્ચર્યજનક વાત તો એ છે કે. તેઓ ખુદ તો માત્રા 4 ધોરણ જ ભણ્યાં હતા પરંતુ તેમની રચેલી કૃતિ પર આજે સાહિત્યના વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યાં છે.  કવિ દાદના નિધનથી કલાકારો, કસબીઓ અને તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મંગળવારે સવારે તેમનો ધૂના ગામે  પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઇ ગયો. જો કે તેઓ શબ્દ દેહે હંમેશા ચિરસ્મરણીય અને ચિરંજીવી રહેશે.


દાદુદાન ગઢવીના મોતથી સાહિત્ય જગત સહિત ચારણ સમાજમાં પણ શોકની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનિય છે કે,  જાન્યુઆરી મહિનામાં કવિ  દાદુદાન ગઢવીના મોટા પુત્રનું કોરોનાના કારણે નિધન થયું હતું. ઉપરાછાપરી પરિવારને કાળ થપાટ લાગતા પરિવાર સ્તબ્ધ છે.


દાદુદાન ગઢવીએ ગુજરાત ગૌરવ એવોર્ડ, મેઘાણી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે. જો કે પદ્મશ્રી એવોર્ડ લેવાનો બાકી રહી ગયો..