Heat Wave: ગઇકાલે રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહ્યો હતો, આગ ઓકતી ગરમીમાં આખુ ગુજરાત શેકાયું છે. હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે, વાત કરીએ તો, 44 ડિગ્રી સાથે અમરેલી દેશમાં સૌથી ગરમ શહેર બન્યુ છે. આ ઉપરાંત રાજ્યના પાંચ શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં 43.8 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે, સુરેન્દ્રનગર અને મહુવામાં 43.4 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે, વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. ખાસ વાત છે કે, રાજ્યના 32 ટકા ભાગમાં 41 ડિગ્રી તાપમાન નોંધાતા યલો એલર્ટ આપવામાં આવ્યુ હતુ. રાજ્યના 23 ટકા ભાગમાં 43 ડિગ્રી તાપમાન નોંધાતા ઓરેન્જ એલર્ટ પણ યથાવત છે. 


છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યાના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. જેમાં સૌથી ઊંચુ તાપમાન ડાંગમાં 42.5 નોંધાઇને હૉટેસ્ટ શહેર બન્યું હતુ. ત્યારે આ કાળઝાળ ગરમીમાંથી ફરી આંશિક રાહત ક્યારે મળશે તે હવામાન વિભાગની આગાહી પરથી જાણીએ. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરી છે.


તાજા અપડેટ પ્રમાણે, રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે, રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. રાજ્યમાં 12 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યુ છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્રના મહુવામાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, તો વળી આજે પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આની સાથે સાથે મેગા સિટી અમદાવાદમાં પણ આજે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આજે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. 


સતત બે દિવસથી રાજ્યમાં ગરમીનો પારો રહ્યો છે હાઇ 
મહુવામાં 43.0 ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન
વડોદરામાં 42.0 ડિગ્રી તાપમાન
અમરેલીમાં 41.8 ડિગ્રી તાપમાન
રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન
પોરબંદરમાં 41.3 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન
કેશોદમાં 41.2 ડિગ્રી તાપમાન
વલસાડમાં 41.2 ડિગ્રી તાપમાન
વલ્લભ વિદ્યાનગરમાં 40.8 ડિગ્રી તાપમાન
ભૂજમાં 40.1 ડિગ્રી તાપમાન
સુરતમાં 40.0 ડિગ્રી તાપમાન
વેરાવળમાં 40.0 ડિગ્રી તાપમાન
ડીસામાં 39.8 ડિગ્રી તાપમાન
ગાંધીનગરમાં 39.8 ડિગ્રી તાપમાન