Gujarat Rain Update Live: રાજ્યમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, આ જિલ્લામાં પુરનો ખતરો, જાણો અપડેટ

રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.   

gujarati.abplive.com Last Updated: 17 Sep 2023 03:20 PM
વડોદરાના શિનોરનું માલસર બન્યું સંપર્ક વિહોણું.

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જતાં પાણી છોડાતાના નર્મદાના નીર તેની આસપાસના ગામોમં ફરી વળતા અનેક ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વડોદરાના શિનોરથી માલસર જવાના માર્ગ પર નર્મદાના પાણી ફરી વળ્યાં છે. માલસરમાં કેળના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. વડોદરાના શિનોરનું માલસર  સંપર્ક વિહોણું બન્યું છે.

Gujarat Rain Update: અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઇ છે. વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા એમએમસીની પોલ ખુલ્લી છે. અમદાવાદમાં મેમ્કો વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ચમનપુરા વિસ્તાર પણ જળમગ્ન બન્યું છે. રસ્તા પર પાણી ફરી વળતાં અનેક વાહનો પાણીમાં ફસાયા છે. અસારવા અને ઘાટલોડિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ સતાધાર ચાર રસ્તા પર પણ પાણી  ભરાયા  છે.


AEC અન્ડરપાસ પાસે  પાણી ભરાઇ જતાં મીઠાખડી અન્ડરપાસ  બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદના સરસપુરમાં પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયુ છે.

Gujarat Rain Update :નર્મદા નદીના પાણી રસ્તા પર ફરી વળતા રસ્તા બંધ

નર્મદા ડેમ  સંપૂર્ણ ભરાઇ જતાં રાજપીપળા-વડોદરા જવાના તમામ રસ્તા બંધ થઇ ગયા છે, રાજપીપળાથી વડોદરા જવાના તમામ રસ્તાઓ પર ફરી પાણી ફરી વળ્યાં છે. ગરૂડેશ્વર પાસે હાઈવે પર  વરસાદી પાણી ભરાઇ જતાં ટાટની પરીક્ષા આપવા જતા તમામ વિદ્યાર્થીઓ અટવાયા છે

Gujarat Rain Update :ઓસરંગ નદીકાંઠાના 13 ગામોને કરાયા એલર્ટ

Gujarat Rain Update :જળબંબાકારની સ્થિતિને જોતા ઓસરંગ નદીકાંઠાના 13 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.ચનવાડા, સીતપુર, નવી માંગરોલ ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.ઓરડી, જેસંગપુર, નગડોલ, આશોદરા ગામના લોકોને પણ  એલર્ટ કરવામાં આવ્યા છે.

Gujarat Rain Update :ચાંદોદમાં જળબંબાકારની સ્થિતિ બોટ દ્રારા રેસ્ક્યુ

Gujarat Rain Update :ચાંદોદમાં પાણી ઘુસતા નાગરિકોની પરેશાની વધી છે. અહીના નંદેરિયા, ભીમપુર, ચાંદોદ, કરનાળી એલર્ટ પર છે. ચાંદોદમાં મલ્હારઘાટના 108 પગથિયા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પાણી ભરાતા બોટ મારફતે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

Gujarat Rain Update Live: બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

Gujarat Rain Update :બનાસકાંઠા જિલ્લામાં પણ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અહીં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસતા અને વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ખેતરોમાં પાણી ફરાઇ જતાં અને ભારે પવનના કારણે બાજરીના પાકને નુક્સાનની ભિતી સેવાઇ રહી છે. થરાદમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો

Gujarat Rain Update Live: CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના કર્યા વધામણા

Gujarat Rain:ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઇ જતાં આજે મુખ્યમંત્રીએ નર્મદાના નીરની કરી પૂજા અર્ચના કરી હતી. CMએ ડેમમાં થઈ રહેલી પાણીની આવક અને જાવકની મેળવી જાણકારી મેળવી હતી. નદીકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવાના પ્રયાસોની  સમીક્ષા કરી હતી.ખેતી સહિત જાનમાલને ઓછુ નુકસાન થાય તેવું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.

Gujarat Rain Update Live: ચોમાસાની સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર સંપૂર્ણ ભરાયો

Gujarat Rain Update:ફરી એકવાર ધોધમાર વરસાદની એન્ટ્રી થતાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે.સરદાર સરોવર ડેમમાં 18 લાખ 62 હજાર 960 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલી દેવાયા છે.નિચાણવાળા વિસ્તારોમાં વધુ અસર ન થાય તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના અધિકારીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે.

Gujarat Rain Update Live: પંચમહાલના ગોધરામાં દુકાનોમાં ઘુસ્યા પાણી

Gujarat Rain Update :પંચમહાલના ગોધરામાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અહીં ભુરાવાવ વિસ્તાર સહિત ગણેશ નગર, આનંદ નગર અને યોગેશ્વર, પાર્વતી નગર સોસાયટીમાં ભરાયા પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. દુકાનોમાં પાણી ભરાઇ જતાં વેપારીઓને નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.

Gujarat Rain Update Live: પાલનપુર હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન

Gujarat Rain Update Live: બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પણ ભારે  વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. બિહારી બાગ, સુર મંદિર નજીક તેમજ મલાણા પાટીયા સહિતના વિસ્તારમાં વરસાદીની એન્ટ્રી થતાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે

Gujarat Rain Update Live: અત્યાર સુધીમાં 660થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ભારે વરસાદના કારણે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લામાં અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર બંઘાયેલો ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીનું લેવલ 31 ફુટને પાર જતાં અજાણ્યા વાહન ચાલકો પાણીમાં ન જાય તે માટે પોલીસ સ્ટેન્ડ બાય રખાઇ છે તેમજ આ વિસ્તારના નીચાણમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 660થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.


જળભરાવાની સ્થિતિના કારણે ભરૂચના તમામ પ્રવાસન સ્થળો પર મુલાકાતીઓ માટે  બંઘ કરાયા  છે. ભરૂચ વોલ ફોર્ટ પર  પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

Gujarat Rain Update Live:ગુજરાતના અનેક જિલ્લામાં જળબંબાકારના સંકેત

Gujarat Rain Update Live:ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે નર્મદા ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે ડેમમાંથી પાણી છોડાતા ડેમની નીચાણમાં આવતા વિસ્તારમાં પૂરનો ખતરો તોળાઇ રહ્યો છે.


નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લા પર પૂરનો ખતરો  તોળાઇ રહ્યો છે. મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે. નર્મદા ડેમમાંથી છોડાતા પાણી ભરૂચ શહેરમાં ઘુસી ગયું છે. નર્મદા નદીના પાણી ભરૂચના બજારોમાં ઘુસી ગયા છે. ફુરજા બજાર, ચાર રસ્તા વિસ્તારમાં ઘુસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain Update Live:બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઇકાલથી વરસાદી માહોલની જમાવટ થઇ છે આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે.


બંગાળની ખાડીમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમ  ઓડિસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત પર થઈને અરબી સમુદ્રમાં જશે. જેની અસર ગુજરાત પર પણ થઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે.


ક્યાં જિલ્લામાં પડશે ભારે વરસાદ


હવામાન વિભાગના અનુમાન મુજબ 17 સપ્ટેમ્બર એટલે આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારના જિલ્લામાં  17 અને 19 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે.


આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. અતિભારે વરસાદની આગાહીને પગલે તમામ ઝોનના જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે.


ક્યાં જિલ્લામાં રેડ એલર્ટ


આગામી 24 કલાક દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, સિંગવડ, ફતેપુરા અને સંજેલીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું  સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી.


4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ


રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.   


રાજ્યના 13 જિલ્લામાં યલો અલર્ટ


રાજ્યના 13 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપ્યું છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ સંઘ પ્રદેશ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સારા વરસાદની સંભાવના.. વરસાદની આગાહીને લઈને સંઘ પ્રદેશ પ્રશાસન એલર્ટ મોડ પર છે.  તો અમદાવાદ શહેર અને જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે. ગોતા, થલતેજ, બોપલ, પ્રહલાદનગર, વેજલપુર, જીવરાજપાર્ક, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.


રાજ્યના ડેમની સ્થિતિ


સૌરાષ્ટ્રના સૌથી વધુ 13 સહિત રાજ્યના 21 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો  દક્ષિણ ગુજરાતના ચાર,તો કચ્છ અને મધ્ય ગુજરાતના બે બે જળાશયો ભરાયેલા છે. છેલ્લા બે દિવસમાં વરસેલા સારા વરસાદથી રાજ્યના એલર્ટ પરના ડેમની સંખ્યા વધીને પહોંચી 131 પર પહોંચી છે. 85 હાઈએલર્ટ, 26 એલર્ટ, તો 20 ડેમ વોર્નિંગ પર છે. 75 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.