Biparjoy Cyclone: ભારતના હવામાન વિભાગ (IMD) ના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપરજોય સંબંધિત નવીનતમ માહિતી આપી છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું.


બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 24 કલાકના આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગાંધીધામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.


છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો


ભૂજમાં 6 ઈંચ, અંજારમાં પાંચ ઈંચ વરસાદ


મુન્દ્રામાં 5 ઈંચ, ખંભાળીયામાં 4 ઈંચ વરસાદ


જામજોધપુરમાં 4, દ્વારકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ


કલ્યાણપુર અને કાલાવડમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ


વાવમાં ત્રણ ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં અઢી ઈંચ વરસાદ


ભચાઉમાં અઢી ઈંચ, તો ભાવનગરમાં બે ઈંચ વરસાદ


નખત્રાણા અને થરાદમાં બે બે ઈંચ વરસાદ


જામનગર, લાલપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


ટંકારા, મોરબી અને ધ્રોલમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


પડધરી, ખાંભામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


જોડિયા, સુઈગામ, ઉપલેટામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


માતર, રાધનપુર, કુતિયાણા, રાપરમાં સવા ઈંચ વરસાદ


લાખણી, ખેડા, સમીમાં એક એક ઈંચ વરસાદ


લોધિકા, રાણાવાવ, મહુધામાં એક એક ઈંચ વરસાદ


દિયોદર, પોરબંદર, ઈડર,માણાવદરમાં એક એક ઈંચ વરસાદ


ધારી, ઘોઘા, પાટણમાં એક એક ઈંચ વરસાદ


જાફરાબાદ, ધોરાજી,ભાભરમાં એક એક ઈંચ વરસાદ


માળીયા મિયાણા, પાલિતાણા, સિહોરમાં પોણો ઈંચ વરસાદ


સરસ્વતિ, ભેંસાણ, પેટલાદ, ધનસુખામાં પોણો ઈંચ વરસાદ


વિસાવદર, જોટાણા, વડનગર, ચાણસ્મામાં પોણો ઈંચ વરસાદ


હવામાન વિભાગની આગાહી


વેરી સિવિયર સાયકલોનીક સ્ટોર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું હતું. જખૌ પોર્ટ પાસે રાત્રે 10.30 થી 11.30 વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક થી લઈને 140 કિલોમીટર સુધી પવન રહ્યો હતો. જખૌ પોર્ટ થી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં થી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ 10:30 થી 11:30 સુધી થયું હતું. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે. વાવાઝોડાને વીક થતા થોડો સમય લાગશે. વાવાઝોડું વીક પડીને સાયકલોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે.