Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કેટલાક જિલ્લામાં વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યુ છે. છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે આજે પણ વધુ એક મોટી આગાહી રાજ્યના 6 જિલ્લા માટે કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી કરી છે. 


શ્રાવણ માસમાં ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે, હવે ભાદરવો પણ ભરપૂર જવાનો નક્કી છે. મળતી માહિતી પ્રમાણે, આજે રાજ્યના 6 જિલ્લા માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરીને એલર્ટ આપ્યુ છે. આગાહી પ્રમાણે, આજે અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે. 


તાજા અપડેટ પ્રમાણે, આજે અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલમાં વરસાદનું  એલર્ટ આપવામાં આવ્યુ છે. છોટા ઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. જોકે, અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીંવત છે. 


છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં નોંધાયો વરસાદ -


છેલ્લા 24 કલાકમાં ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં સાગબારામાં સાડા ત્રણ ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં સિંગવડમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં વાપીમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં ડેડિયાપાડા, નસવાડીમાં પોણા બે ઈંચ વરસાદ 
છેલ્લા 24 કલાકમાં દેવગઢ બારીયા, લીમખેડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ 


નોંધનીય છે કે, રાજ્યમાં આ વખતે ચોમાસાની સિઝનનો 122.80 ટકા વરસાદ ખાબક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 183.32 ટકા વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.04 ટકા વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 125.21 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો 118.99 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 105.89 ટકા વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચો


Gujarat Rain: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો