Rain Forecast:રાજયમાં આગામી ત્રણ દિવસ હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે, હવામાન વિભાગે આજે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપ્યું છે.


આજે ક્યા રેડ એલર્ટ ?


 હવામાન વિભાગે આજે ભારે વરસાદના અનુમાનને લઇને ભાવનગર,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિઙાગઆગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર માં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


આજે ક્યા ઓરેન્જ એલર્ટ ?


અમરેલી
ગીર સોમનાથ
અમદાવાદ
આણંદ
ભરૂચ
બનાસકાંઠા
સાબરકાંઠા
દીવ 


આજે ક્યા યલો એલર્ટ ?


રાજકોટ
બોટાદ
સુરેન્દ્રનગર
વડોદરા
સુરત
નવસારી


આજે અરવલ્લી,ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. તો મહીસાગર, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ વરસી શકે છે.સુરત, ડાંગ, તાપીમાં પણ વરસાદની આગાહી છે.નવસારી, વલસાડ, દાહોદમાં પણ વરસાદની શક્યતા છે. છોટા ઉદેપુર, નર્મદા, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં વરસાદની શક્યતા છે. ભાવનગર, કચ્છમાં પણ વરસાદનું અનુમાન  છે. પાટણ, મહેસાણામાં હળવા વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ આજે  વરસાદ વરસી શકે છે.         


પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં પણ આજે વરસાદ વરસી શકે છે.જામનગર, ગીર સોમનાથ, મોરબી, દીવમાં પણ આજે વરસાદી માહોલ રહેશે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે.  હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તરગુજરાતના કેટલાક  જિલ્લામાં વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો  માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં ખાબક્યો વરસાદ 



  • છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા 10 ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળીયામાં સાડા 8 ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં આઠ ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં સાડા છ ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં વડોદરા તાલુકામાં પાંચ ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં સવા ચાર ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં વડોદરાના પાદરામાં પોણા ચાર ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં સવા ત્રણ ઈંચ વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ વરસાદ 

  • દ્વારકા, પેટલાદમાં સવા બે ઈંચ વરસાદ 

  • જૂનાગઢ શહેર અને તાલુકામાં બે ઈંચ વરસાદ 

  • નવસારી, તાલાલા, જાંબુઘોડામાં બે બે ઈંચ વરસાદ 

  • ધોરાજી, ઉમરપાડા, ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ 

  • બોરસદ, વાંસદા, ગણદેવીમાં પોણા બે ઈંચ વરસાદ 

  • મહુવા, સાંતલપુર, વઘઈમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

  • દાંતા, મેંદરડા, ભેંસાણમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

  • વડીયા, થાનગઢ, આહવામાં સવા સવા ઈંચ વરસાદ 

  • આંકલાવ, જલાલપોર, કેશોદમાં એક એક ઈંચ વરસાદ 

  • નવ તાલુકામાં ખાબક્યો પોણો પોણો ઈંચ વરસાદ 

  • 13 તાલુકામાં ખાબક્યો અડધો અડધો ઈંચ વરસાદ 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial